
એક ગીત માટે કરિશ્મા કપૂરે બદલવા પડયા હતા ૩૦ વખત કપડા
મુંબઈ, ફિલ્મ પ્રેમ કૈદીથી પોતાના કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી કરિશ્મા કપૂરે ૯૦ના દાયકામાં બધાને દિવાના બનાવી દીધા હતા.અભિનેત્રીએ તે સમયગાળા દરમિયાન હિન્દી સિનેમાને ઘણી સારી ફિલ્મો આપી અને દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું. આજે અમે તમારા માટે એક્ટ્રેસના એક્ટિંગ કરિયર સાથે જોડાયેલી એક રસપ્રદ વાત લઈને આવ્યા છીએ.
વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ કરિશ્મા કપૂરની ફિલ્મ ‘ક્રિષ્ણા’ જે વર્ષ ૧૯૯૬માં રિલીઝ થઈ હતી.આ ફિલ્મમાં અભિનેત્રી સુનીલ શેટ્ટી સાથે કામ કર્યું હતું. દર્શકોને ફિલ્મની વાર્તા ગમી. ઉપરાંત, તેનું ગીત ‘ઝાંઝરિયા’ પણ આ સમયગાળા દરમિયાન ખૂબ જ હિટ રહ્યું હતું.
આ ગીતમાં દર્શકોને કરિશ્મા કપૂર અને સુનીલની જબરદસ્ત ડાન્સ મૂવ્સ અને કેમેસ્ટ્રી જોવા મળી હતી. આ જ કારણ છે કે આ ગીત સમયાંતરે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગીતમાં કરિશ્મા કપૂરે એક વાર નહીં પરંતુ ૩૦ વાર કપડાં બદલવા પડયા હતા. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ ગીતમાં તેણે જેટલી વખત કપડાં બદલ્યા તેટલી વખત મેકઅપ બદલવો પડયો હતો.
કરિશ્માએ આગળ કહ્યું, “ગીત ‘ઝાંઝરિયા’મેલ અને ફિમેલ બંને વર્ઝનમાં ફિલ્માવવામાં આવ્યું હતું. જ્યારે મેલ વર્ઝનનું શૂટિંગ રણમાં ૫૦ ડિગ્રી તાપમાન સાથે કરવામાં આવ્યું હતું, જ્યારે ફીમેલ વર્ઝનનું શૂટિંગ મુંબઈમાં જ થયું હતું. તે દરમિયાન મારે ૩૦ વખત મારે આઉટફિટ બદલવો પડયો હતો. જેના કારણે શૂટિંગ દરમિયાન મારી હાલત ખરાબ થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે લાંબા અંતર પછી, તે ઝી ૫ની વેબ સીરિઝ મેન્ટલહુડસાથે તેના અભિનય કરિયરમાં પરત ફરી હતી. દર્શકોને આ સિરીઝમાં કરિશ્માનું કામ ખૂબ જ પસંદ આવ્યું હતું.