કરીના, સૈફ અને તૈમુરે સાથે મળીને હૉરર ફિલ્મ જાેઈ

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 27

આ પ્રકારની ફિલ્મો તમને અને તમારા બાળકને એકસાથે રાખી શકે તેવું મજબૂત માર્કેટ ધરાવે છે : સૈફ અલી ખાન

મુંબઈ,

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને હાલમાં જ જણાવ્યું કે દીકરા તૈમુર અલી ખાને હૉરર ફિલ્મ ‘ધ મમ્મી’ જાેઈને કેવી પ્રતિક્રિયા આપી હતી. કારણકે, સૈફ અલી ખાન, કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાને સાથે મળીને હૉરર ફિલ્મ ‘ધ મમ્મી’ જાેઈ હતી. પિંકવિલા સાથેના ઈન્ટરવ્યુમાં બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને એ વાતનો ખુલાસો કર્યો કે ‘મેં, કરીના કપૂર ખાન અને તૈમુર અલી ખાને સાથે મળીને ‘ધ મમ્મી’ ફિલ્મ જાેઈ હતી. સૈફ અલી ખાનના જણાવ્યા મુજબ, તૈમુર અલી ખાન એટલો પણ નહોતો ડર્યો. રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સૈફ અલી ખાન કહ્યું કે ડરના ઈમોશનમાં ઘણી ક્ષમતા રહેલી છે.

એક્ટરે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારની ફિલ્મો તમને અને તમારા બાળકને એકસાથે રાખી શકે તેવું મજબૂત માર્કેટ ધરાવે છે. હૉરર-કૉમેડી પ્રકારની ફિલ્મો વિશે વાત કરતા સૈફ અલી ખાને જણાવ્યું કે, ‘ગો ગોઆ ગોન’ મોટી કોમર્શિયલ ફિલ્મ નહોતી, આ ફિલ્મ માટે સૈફ અલી ખાનને કોઈ પૈસા નહોતા મળ્યા! જ્યારે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત પોલીસ’ કોમર્શિયલ ફિલ્મ છે અને તેમાં ઊંડો વિચાર છે. અહીં નોંધનીય છે કે એક્ટર સૈફ અલી ખાને હાલમાં જ તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’નું શૂટિંગ પૂરું કર્યું છે.

આ ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે પ્રભાસ અને ક્રિતિ સેનન મુખ્ય રોલમાં જાેવા મળશે. ‘આદિપુરુષ’ના ડિરેક્ટર ઓમ રાઉત છે કે જેમણે અગાઉ ‘તાન્હાજી’ ફિલ્મ બનાવી હતી અને તેમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં જાેવા મળ્યો હતો. ‘આદિપુરુષ’ ભારતની સૌથી મોંઘી ફિલ્મ પૈકીની એક માનવામાં આવી રહી છે. આ સિવાય સૈફ અલી ખાન ‘બન્ટી ઓર બબલી-૨’માં જાેવા મળશે.

જેમાં સૈફી અલી ખાન, રાની મુખરજી અને સિદ્ધાંત ચતુર્વેદી મુખ્ય રોલમાં જાેવા મળશે. જ્યારે કરીના કપૂર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હવે તે આમિર ખાન સ્ટારર ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડની મહાન ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.