
કરણ જોહર સિદ્ધાંત અને તૃપ્તિ સાથે રિમેક બનાવશે
કરણ જોહર સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડમરીને લઈ જે ફિલ્મ બનાવી રહ્યો છે.જે પાંચ વર્ષ પહેલાં સાઉથમાં રીલીઝ થઈ ચૂકેલી પેરિયુરમ પેરુમલની રીમેક છે.આ સિવાય ઈશાન ખટ્ટર અન જાહ્નવી કપૂરની ધડક મૂળ મરાઠી સૈરાટની રીમેક હતી.જેમાં જુદીજુદી જાતિના યુવક યુવતીની પ્રેમકથા અને તેને પગલે ઓનર કિલિંગની વાત હતી.તે જ રીતે પેરિયુરમ પેરુમલમાં પણ જુદીજુદી જાતિનાં યુગલની પ્રેમકથા અને તેને પગલે સર્જાતા સંઘર્ષની વાત કરવામાં આવી છે.