કપિલની કોમેડી કિંગ બનવાની જર્ની મોટા પડદા પર બતાવાશે

ફિલ્મી દુનિયા

મુંબઇ, ભારતના સૌથી સફળ કોમેડિયનોની યાદી તૈયાર કરવામાં આવે તો તેમાં કપિલ શર્માનું નામ ચોક્કસથી આવે. પોતાની મહેનત અને ટેલેન્ટના બળે કપિલ શર્માએ મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ ઊભી કરી છે. ઈન્ડસ્ટ્રીમાં કપિલના ગોડ ફાધર નહોતા. આજે જે પણ મુકામ હાંસલ કર્યો છે તે ઘણાં માટે પ્રેરણાદાયી સાબિત થઈ શકે છે. કપિલની આ જર્નીમાં ઘણાં ઉતાર-ચડાવ આવ્યા છે. આ દરમિયાન કપિલે ક્યારેય ફેન્સને નિરાશ નથી કર્યા એટલે જ તેના દરેક પ્રોજેક્ટની તેઓ આતુરતાથી રાહ જાેતા હોય છે.

હવે કપિલના ફેન્સ માટે વધુ એક ખુશખબર છે. કપિલ શર્માની કોમેડી કિંગ બનવાની જર્ની હવે રૂપેરી પડદા પર જાેવા મળશે. શુક્રવારે કપિલ શર્માની બાયોપિકની જાહેરાત કરવામાં આવી છે. કપિલ શર્માની બાયોપિકનું નામ ફનકાર હશે. લાયકા પ્રોડક્શન્સ અંતર્ગત આ ફિલ્મ બનશે. ફિલ્મનું નિર્દેશન મૃગદીપ સિંહ લાંબા કરશે. તેઓ ફિલ્મ ‘ફુકરે’ ડાયરેક્ટ કરી ચૂક્યા છે. ફિલ્મની જાહેરાત કરતાં પ્રોડ્યુસર મહાવીર જૈને કહ્યું, કરોડો લોકોને ડોપામાઈનનો નિયમિત ડોઝ મળે છે જેનું કારણ કપિલ શર્મા છે.

આપણે સૌને પ્રેમ, જિંદગી અને હાસ્યની જરૂર છે. અમે કોમેડી સુપરસ્ટાર કપિલ શર્માની ના સાંભળેલી વાર્તા મોટા પડદાર પર ધમાકેદાર અંદાજમાં રજૂ કરવા માટે તૈયાર છીએ. જણાવી દઈએ કે, મૂળ અમૃતસરના કપિલ શર્માને ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ નામનો કોમેડી રિયાલિટી શો જીતીને નામના મળી હતી. ૨૦૦૭માં કપિલ આ શો જીત્યો હતો.

કપલિ શર્માએ પોતાનો શો ધ કપિલ શર્મા શો લોન્ચ કર્યો ત્યાં સુધી તે વિવિધ રિયાલિટી શોમાં પર્ફોર્મ કરતો હતો. ૨૦૧૩માં કપિલે પોતાના બેનર દ્ભ૯ પ્રોડક્શન્સ હેઠળ ધ કપિલ શર્મા શો પ્રોડ્યુસ કર્યો હતો. કપિલનો આ શો દર્શકોને હાસ્યનો ભરપૂર ડોઝ આપે છે. આ સિવાય કપિલ શર્મા અબ્બાસ-મસ્તાને ડાયરેક્ટ કરેલી ફિલ્મ કિસ કિસ કો પ્યાર કરુંમાં કામ કર્યું હતું.

આ કોમેડી ફિલ્મ ૨૦૧૫માં રિલીઝ થઈ હતી. આ સિવાય કપિલ ઐતિહાસિક ડ્રામા ફિરંગીમાં જાેવા મળ્યો હતો. હવે કપિલ ડિજિટલ ડેબ્યૂ કરવાનો છે. પોપ્યુલર ડિજિટલ પ્લેટફોર્મ પર તેનું કોમેડી સ્પેશિયલ ‘કપિલ શર્માઃ આઈ એમ નોટ ડન યેટ’ ૨૮ જાન્યુઆરીએ રિલીઝ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.