કમલ હાસનની ફિલ્મનું ટીઝર રિલીઝ, રકુલ પણ મળી જોવા

ફિલ્મી દુનિયા

મુંબઈ, લગભગ ૨૭ વર્ષ બાદ કમલ હાસન પોતાની ફિલ્મ ઈન્ડિયનની સિક્વલ લઈને આવી રહ્યા છે. તે પોતાની અપકમિંગ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ પણ જોવા મળશે. શુક્રવારે મેકર્સે ઈન્ડિયન ૨ નું ટીઝર રિલીઝ કર્યું છે. મેકર્સે ઈન્ડિયન ૨ એન ઈન્ટ્રોના નામે આ વીડિયોને રિલીઝ કર્યો છે, જેમાં કમલ હાસન ખૂબ જ એટ્રેક્ટિલ લુકમાં જોવા મળી રહ્યો છે અને તે પાવરફુલ ડાયલોગ્સ બોલતો પણ જોવા મળી રહ્યો છે. વીડિયોની શરુઆત થાય છે અનિરુદ્ધ અને કમલ હાસનના નામ સાથે. જ્યાં કમલ હાસન આ ફિલ્મનો મેન હીરો છે, જ્યારે અનિરુદ્ધ ફિલ્મને મ્યુઝિક આપી રહ્યો છે.

ટીઝરમાં આગળ ફોનની રીંગ વાગે છે અને કોઈ ફોન ઉપાડે છે અને હેલો બોલે છે. બીજી બાજુ કમલ હાસન છે. તે કહે છે, “જ્યાં પણ અન્યાય થશે, ત્યાં હું જરૂર આવીશ. હિન્દુસ્તાનીની મોત નહીં થાય. ત્યારબાદ બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ ટીઝરમાં એક ગીત છે ‘કમબેક ઈન્ડિયન’ જે તેને વધુ શાનદાર બનાવી રહ્યું છે. ટીઝરમાં કમલ હાસન સિવાય સાઉથના એક્ટર સિદ્ધાર્થ, બ્રહ્માનંદમ, રકુલ પ્રીત સિંહ પણ જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં આ સ્ટાર્સ સિવાય કાજલ અગ્રવાલ, એસજે સૂર્યા પણ જોવા મળશે. ફિલ્મનું ડાયરેક્શન એસ શંકર કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જ્યારે આ ફિલ્મ તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં ઈન્ડિયન ૨ તરીકે રિલીઝ થઈ રહી છે, ત્યારે હિન્દીમાં તેનું નામ હિન્દુસ્તાની ૨ રાખવામાં આવ્યું છે. આ જ નામથી હિન્દી ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જો આપણે રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો હાલમાં તેના વિશે કોઈ જાણકારી શેર કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન ફિલ્મ વર્ષ ૧૯૯૬માં રિલીઝ થઈ હતી, જેને ઘણી પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં કમલ હાસન ઉપરાંત મનીષા કોઈરાલા અને ઉર્મિલા માતોંડકર જોવા મળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.