એક ફિલ્મ માટે ૧ કરોડ રૂપિયા ફી લેનાર પ્રથમ ભારતીય અભિનેતા હતો કમલ હાસન

ફિલ્મી દુનિયા

મુંબઈ, તામિલનાડુના પરમાકુડીમાં ૭ નવેમ્બર ૧૯૫૪ના રોજ જન્મેલા કમલ હાસન આજે ૬૯ વર્ષના થયા છે.આજે પણ સુપર હિટ ફિલ્મ આપે છે.સાઉથ સિનેમાના ફેમસ અભિનેતા કમલ હાસન પોતાની ફિલ્મોમાં શાનદાર પાત્રમાં જોવા મળે છે.એક ફિલ્મમાં તો તેમણે ૧૦ પાત્ર નિભાવી ઈતિહાસ રચ્યો હતો. તેમની પુત્રી અભિનેત્રી શ્રુતિ હાસન સોશિયલ મીડિયા દ્વારા તેના અંગત જીવનથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશેની માહિતી શેર કરતી રહે છે. કમલ હાસન સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહુ પ્રતિભાશાળી સુપરસ્ટાર છે. તે માત્ર એક તેજસ્વી અભિનેતા જ નથી પણ સિંગર, દિગ્દર્શક, સ્ક્રિપ્ટ લેખક અને નિર્માતા પણ છે.

તેણે તેની કારકિર્દીમાં લગભગ તમામ સાઉથ ભાષાઓમાં કામ કર્યું છે. આટલું જ નહીં કમલ હાસન ઘણી હિન્દી ફિલ્મોનો પણ ભાગ રહી ચુકયા છે. યુનિવર્સલ હિરો કમલ હાસન માત્ર ભારતમાં જ નહિ આખી દુનિયામાં મશહુર અભિનેતાના લાખો ચાહકો છે. ચાઈલ્ડ એક્ટર તરીકે કરિયરની શરુઆત કરનાર કમલ હાસને પોતાના કરિયરમાં તમિલની સાથે સાથે મલયાલમથી લઈ હિન્દુ,તેલુગુ અનેકન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. કમલ હાસને ૨ લગ્ન કર્યા છે. બીજી પત્ની સારિકા સાથે ચેન્નઈ શિફટ થયા હતા. થોડા સમય લિવ ઈનમાં રહ્યા બાદ બંન્નેએ લગ્ન કર્યા હતા. તેમને ૨ પુત્રીઓ છે.

શ્રુતિ અને અક્ષરા.કમલ હાસન ૧૯૯૪માં તેમની એક ફિલ્મ માટે ૧ કરોડ રૂપિયા ફી લેનાર પ્રથમ ભારતીય અભિનેતા હતા. કમલ હાસનની ૪૨૦ ફિલ્મને કોણ ભુલી શકે, આ અભિનેતાના કરિયરની સૌથી મોટી કોમેડી ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મમાં અભિનેતાએ ડબલ રોલ પ્લે કર્યો હતો. તે એક ૪૦ થી ૫૦ વર્ષની મહિલાના લુકમાં જોવા મળ્યા હતા. ચાચી ૪૨૦ ફિલ્મમાં તેનું પાત્ર ચાહકોનો ખુબ પસંદ આવ્યું હતુ. સાઉથના સુપરસ્ટાર કમલ હાસનની દીકરી શ્રુતિ હાસનને આજે કોઈ ઓળખની જરૂર નથી. શ્રુતિની ગ્લોઈંગ લુક ચાહકોને ખુબ પસંદ આવે છે.સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગની તાકાત દેખાડનાર અભિનેત્રી શ્રુતિ હાસન હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.