સાસુ અને નણંદ સાથે કાજાેલે લોહરી ઉજવી

ફિલ્મી દુનિયા

મુંબઇ,  દર વર્ષે ૧૩ જાન્યુઆરીએ લોહરી ઉજવવામાં આવે છે. આ ઉત્તર ભારતીયોનો મહત્વનો તહેવાર છે. દેશ-દુનિયાના વિવિધ ઠેકાણે વસતાં ઉત્તર ભારતના લોકો આ તહેવાર ધામધૂમથી ઉજવે છે. લોહરીમાં અગ્નિ પેટાવીને તેમાં ધાણી-રેવડી વગેરેની ભેટ ચડાવવામાં આવે છે. આ સિવાય લોકો અગ્નિની આસપાસ પ્રદક્ષિણા કરીને આખું વર્ષ સારું જાય તેવી કામના કરે છે. સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટીઝ પણ લોહરીનો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવે છે.

બોલિવુડ એક્ટ્રેસ કાજાેલે પણ પરિવાર સાથે લોહરીની ઉજવણી કરી હતી. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કાજાેલે પોતાના સાસુ-નણંદ અને બાકીના પરિવાર સાથે લોહરીની ઉજવણી કરી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કાજાેલે નણંદ નિલમ અને સાસુ વીણા દેવગણ સાથેની તસવીર શેર કરીને સૌને લોહરીની શુભેચ્છા પાઠવી હતી. તસવીરમાં કાજાેલના હાથમાં ધાણીથી ભરેલી થાળી જાેઈ શકાય છે. કાજાેલે ઈન્સ્ટાગ્રામ પર પણ એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે દીકરા યુગને ભેટીને ઊભેલી જાેવા મળે છે. પાછળ તેની નણંદ નિલમ અને તેનો દીકરો છે. કાજાેલે આ ફોટોગ્રાફ શેર કરતાં લખ્યું,

મમ્મીઓ અને તેમના બાળકો. સૌને લોહરીની શુભેચ્છા. જાેકે, લોહરી સેલિબ્રેશનની તસવીરોમાં કાજાેલની દીકરી ન્યાસા અને પતિ અજય દેવગણ નહોતા જાેવા મળ્યા. કાજાેલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના પરિવાર અને મિત્રો સાથેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. દરમિયાન, વર્કફ્રંટની વાત કરીએ તો, કાજાેલ છેલ્લે પતિ અજય સાથે ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’માં જાેવા મળી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન નેગેટિવ રોલમાં હતો.

ગત વર્ષે કાજાેલે ફિલ્મ ‘ત્રિભંગા’ સાથે ડિજિટલ ડેબ્યૂ પણ કર્યું હતું. આ ફિલ્મમાં કાજાેલ ઉપરાંત મિથિલા પાલકર અને તન્વી આઝમી લીડ રોલમાં હતા. હવે કાજાેલ ‘ધ લાસ્ટ હુર્રે’ નામની ફિલ્મમાં જાેવા મળશે. આ પ્રોજેક્ટ વિશે વાત કરતાં કાજાેલે અગાઉ કહ્યું હતું, “મને લાગે છે આ એક સુંદર સફર છે જે દરેક વ્યક્તિએ જાેવી જરૂરી છે. આ સ્ટોરી માટે રેવતી મને ડિરેક્ટ કરી રહી છે ત્યારે સુજાતાનું પાત્ર ભજવવાનું મને વધુ બળ મળ્યું છે. તેની તાકાત હું સારી રીતે દર્શાવી શકીશ.”


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.