
જુનિયર એનટીઆર પુષ્પા ટુમાં કેમિયો કરે તેવી સંભાવના જોવા મળી
અલ્લુ અર્જુનની પુષ્પા-ટૂમાં આરઆરઆરના સ્ટાર જુનિયર એનટીઆરનો કેમિયો જોવા મળશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.જુનિયર એનટીઆર પુષ્પા ટુના સ્ટાર અલ્લુ અર્જુનને મળવા સેટ પર ગયો હતો,ત્યારથી આ અટકળ લોકો બાંધી રહ્યા છે કે જૂનિયર એનટીઆર પુષ્પા ટૂમાં કેમિયો કરી શકે છે.આમ પુષ્પા ટુ ફિલ્મનું દિગ્દર્શન સુકુમારનું છે.તેઓએ બન્ને અભિનેતાઓ સાથે કામ કર્યું છે અને સફળ ફિલ્મો આપી છે.