ફરાહ ખાનની ઓવરએક્ટિંગ પર કમેન્ટ કરવી ભારે પડી
બોલિવૂડ એક્ટર ચંકી પાંડેને સપનેય ખ્યાલ નહોતો કે ફરાહ ખાન પર ઓવરએક્ટિંગ અંગે કમેન્ટ કર્યા બાદ આવો જવાબ મળશે. ફરાહ ખાનનો જવાબ સાંભળીને ચંકી પાંડેની બોલતી બંધ થઈ ગઈ હતી. ફરાહ ખાને જે જવાબ આપ્યો તેના સો.મીડિયામાં ઘણાં જ વખાણ કરવામાં આવ્યા છે.
ફરાહની વાત સાંભળીને અનન્યા એકદમ ખુશ થઈ જાય છે. તે ઉત્સાહમાં આવી જાય છે. જોકે, પછી તરત જ ફરાહ કહે છે કે તે મજાક કરતી હતી. ફરાહ ખાન, અનન્યાના પપ્પા ચંકી પાંડેના ‘આખિરી પાસ્તા’વાળી સ્ટાઇલમાં બોલે છે, ‘આઇ એમ જોકિંગ..’ ઉલ્લેખનીય છે કે ‘ખાલી પીલી’ 2020માં આવી હતી. આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અનન્યાની સાથે ઈશાન ખટ્ટર હતો.
ચંકી પાંડેની દીકરી અને બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ હાલમાં જ એક વીડિયો સો.મીડિયામાં શૅર કર્યો હતો. આ વીડિયોમાં કોરિયોગ્રાફર તથા ડિરેક્ટર ફરાહ ખાન જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે અનન્યા પાંડે વેનિટી વેનમાં તૈયાર થઈ રહી છે. અનન્યા પાંડે પોતાને ઇન્ટ્રોડ્યૂસ કરાવે છે, ત્યારે વચ્ચે ફરાહ આવે છે અને તેને કહે છે કે અનન્યા તને ‘ખાલી પીલી’ માટે નેશનલ અવોર્ડ મળ્યો છે.