
જાહ્નવી કપૂરની બહેન કરી રહી છે આ ફેમસ સિંગરને ડેટ? જાણો અમારી રસપ્રદ વાત
જાહ્ન્વી કપુરની બહેન ખુશી કપુર અને ફેમસ સિંગર એ.પી.ઢીલ્લોના લવ અફેરની ચર્ચા આ દિવસોમાં સોશિયલ મીડીયા પર ખુબ વાયરલ થઈ રહી છે. રિપોટ્સ અનુસાર એ.પી. ઢીલ્લોનુ નવુ ગીત બન્નેની અફવાઓનુ કારણ બન્યુ છે.
અભેનેત્રી જાહ્ન્વી કપુરની બહેન ખુશી કપુર પોતાના બોલિવૂડ ડેબ્યુને લઈને આ દીવસોમાં ખુબ ચર્ચામાં છે. પરંતુ આ વખતે 22 વર્ષની સ્ટાર કીડ ખુશી કપુરની પહેલી ફિલ્મ ધ આર્ચીજને લઈને નહી પરંતુ તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચાચાલી રહી છે કે ખુશી કપૂર, બ્રાઉન મુંડે સિંગર એ.પી ઢીલ્લોને ડેટ કરી રહી છે. ઈન્ટરનેટ પર વાયરલ રિપોટ્સ અનુસાર એ.પી.ઢીલ્લોના નવા ગીત પછી ધ આર્ચીજ અભિનેત્રી અને સિંગરની ડેટીન્ગની ચર્ચા થઈ રહી છે.
રીપોર્ટ અનુસાર, દિવંગત દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી અને ફેમસ ફિલ્મમેકર બોની કપૂરની દિકરી ખુશી કપૂર અને બ્રાઉન મુંડે સિંગર એ.પી.ઢીલ્લોની વચ્ચે કોઈ અફેર હોવાની વાત સામે આવી રહી છે. રિપોટ્સ અનુસાર ડેટીન્ગ રૂમર્સ પંજાબી સિંગર એ.પી. ઢીલ્લોનાં નવા ગીત પછી શરુ થઇ છે. નવા ગીતની રિયલ સ્ટોરીમાં એ.પી.ઢીલ્લો કહે છે. “જ્યારે તુ હસે છે ત્યારે ખુશી કપુર લાગે છે”.
જાહ્નવી કપૂરની બહેન ખુશી કપૂરની જોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીજથી બોલીવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. મલ્ટીસ્ટાર કિડ્સની ફિલ્મ ધ આર્ચીજમાં ખુશી કપૂર, સુહાના ખાન, અગસ્તય નંદા વગેરે અનેક એક્ટર જોવા મળશે. ધ આર્ચીજ ફિલ્મ ઈ.સ.1964ના સમયની દોસ્તી, પ્રેમ, આજાદી, જવાની, અને દિલ તૂટવાના સમયથી જોવા મળી છે.જણાવી દઈએ કે, ધ આર્ચીજ ફિલ્મ ઓટીટી પ્લેટ્ફોર્મ નેટ્ફ્લિક્ષ પર રિલીજ થશે.