ઈન્ડિયન આઈડલ ૧૨ઃ ઓમંગ કુમારે શન્મુખપ્રિયાથી ઈમ્પ્રેસ થઈ ફિલ્મની કરી ઓફર

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 50

મુંબઈ,
ઈન્ડિયન આઈડલ ૧૨ ફિનાલેની નજીક છે. આ સીઝનની ટ્રોફી કોણ લઈને જશે તે અંગે સિંગિંગ રિયાલિટી શોના દર્શકો અટકળો લગાવી રહ્યા છે. દર્શકો તેમજ ચાહકો પોતાના ફેવરિટ કન્ટેસ્ટન્ટની તરફેણ કરી રહ્યા છે અને વોટ આપીને જીતાડવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે કેટલાક કન્ટેસ્ટન્ટ એવા પણ છે જેઓ ટ્રોફી જીતે કે ન જીતે, પરંતુ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં પહેલાથી જ લોન્ચ થઈ ચૂક્યા છે. જેમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સવાઈ ભાટ અને દાનિશનો સમાવેશ થાય છે. શોના અપકમિંગ એપિસોડમાં હવે ઘણા સમયથી ટ્રોલ થઈ રહેલી શન્મુખપ્રિયાની કિસ્મત ચમકવાની છે.
ઈન્ડિયન આઈડલ ૧૨ના અપકમિંગ એપિસોડમાં ફરી એકવાર ‘ડિસ્કો કિંગ’ બપ્પી દા મહેમાન બનવાના છે. તેમની સાથે ફિલ્મમેકર ઓમંગ કુમાર પણ હાજર રહેશે. આ એપિસોડમાં શન્મુખપ્રિયા સોન્ગ ‘ઝૂમ ઝૂમ ઝૂમ બાબા’ સોન્ગ પર પર્ફોર્મન્સ આપવાની છે. તેના પર્ફોર્મન્સથી ઓમંગ કુમાર એટલા ખુશ થઈ જશે કે, તેને બોલિવુડમાં ફિલ્મની ઓફર આપશે.
મેકર્સે ઈન્ડિયન આઈડલ ૧૨ના આગામી સમયમાં પ્રસારિત થનારા એપિસોડનો પ્રોમો શેર કર્યો છે. જેમાં શન્મુખપ્રિયા સોન્ગ ‘ઝૂમ ઝૂમ ઝૂમ બાબા’ સોન્ગ પર પર્ફોર્મન્સ આપી રહી છે. બપ્પી દાને તેનું પર્ફોર્મન્સ ગમે છે. બીજી તરફ ઓમંગ કુમાર, જજ અને અન્ય કન્ટેસ્ટન્ટ પર ઝૂમવા લાગે છે. ઓમંગ કુમાર શન્મુખપ્રિયાથી એટલા ઈમ્પ્રેસ થઈ જાય છે અને કહે છે કે ‘હું તારી સાથે આખી ફિલ્મ બનાવવા માગુ છું’. આ સાંભળીને શન્મુખપ્રિયાની મમ્મી થોડી ભાવુક થઈ જાય છે. તો અરુણિતા તેમજ અન્ય કન્ટેસ્ટન્ટનું મોં ખુલ્લુ રહી જાય છે. જણાવી દઈએ કે, ઓમંગ કુમાર મેરી કોમ, સરબજીત અને ભૂમિ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.