બિગ બોસ ૧૪’માં સલમાન ખાન દરેક એપિસોડની લેશે ૧૬ કરોડ રૂપિયા ફી

ફિલ્મી દુનિયા

મુંબઈ,
બિગ બોસની ૧૩મી સિઝન અત્યાર સુધીની તમામ સિઝનમાંથી સૌથી ધમાકેદાર સિઝન રહી હતી.માત્ર પ્રેક્ષકોને જ તે ગમી હતી તેવું નથી પરંતુ ઘણા ટીવી અને બોલિવૂડ કલાકારો પણ બિગ બોસ ૧૩ ના દિવાના બની ગયા હતા. બિગ બોસ ૧૩ની સફળતા પછી હવે ‘બિગ બોસ ૧૪’ની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. ‘બિગ બોસ ૧૪’ને ફરી એકવાર સલમાન ખાન જ હોસ્ટ કરશે. ‘બિગ બોસ ૧૪’ ઓકટોબરથી શરૂ થવાની છે. જાકે, સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થયા છે કે આ સિઝન માટે સલમાન ખાને પોતાની ફી વધારી દીધી છે.
સોશિયલ મીડિયા પર સલમાન ખાન વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ‘બિગ બોસ ૧૪’ ના દરેક એપિસોડ દીઠ ૧૬ કરોડ રૂપિયાની ફી લેશે. તેણે ‘બિગ બોસ ૧૩’ માટે લગભગ ૧૨ થી ૧૪ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. કોઈપણ રીતે સલમાન ખાન દરેક સિઝનની સાથે તેની ફીમાં વધારો કરે જ છે. એમ કહેવામાં આવી છે કે સામાન્ય લોકો આ સિઝનમાં ફરી એકવાર પાછા ફરશે. કારણ કે પાછલી સિઝનમાં ફક્ત સ્ટાર્સને જ પ્રવેશ મળ્યો હતો. ‘બિગ બોસ ૧૪’ માટે જાસ્મન ભસીન, અલીષા પવાર, આરૂશી દત્તા, આકાંક્ષા પુરી, આંચલ ખુરાના, સાહિલ ખાન અને આમિર સિદ્દીકી જેવા સ્ટાર્સનો સંપર્ક કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.