બેંગલૂરૂમાં નવા વર્ષ પર એક ઈવેન્ટમાં સની લિયોનીના શો ને લઇ અપાઈ હતી માસ અત્મ્હાત્યની ધમકી
રખેવાળ, મુંબઈ
બોલિવૂડમાં બેબી ડોલના નામે પ્રખ્યાત એટલે કે સની લિયોનીને આજે કોણ નથી ઓળખતું. ગૂગલ પર પણ સૌથી વધારે સર્ચ થનારી અભિનેત્રીમાં સની લિયોનીનું નામ મોખરે છે. પરંતુ એક લીડ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં તેને સ્થાન ન મળ્યું અને તે સફળ ન રહી. જા કે, આઈટમ નંબર અને ડાન્સમાં તેણે બાજી જરૂર મારી છે. કારણ કે તેની સાથે જાડાયેલા અમુક વિવાદોએ તેના કરિયર પર ગંભીર અસર કરી.
બેંગલૂરૂમાં નવા વર્ષ પર એક ઈવેન્ટ થવાની હતી અને એમાં સની લિયોની લાઈવ પરફોર્મન્સ આપવાની હતી. કેટલાક સંગઠનોએ આ કાર્યક્રમનો વિરોધ કર્યો અને આ કામને અનૈતિક જણાવ્યું. કેટલાય લોકો માન્યતા ટેક પાર્કમાં સનીના પરફોર્મન્સનો વિરોધ કરવા માટે ધરણા પર ઉતરી ગયા. લોકોએ પોસ્ટરો સળગાવ્યા અને બબાલ ઉભી કરી નાંખી. ત્યારબાદ સંસ્કૃતિ વિરુદ્ધ છે એવા દાવા કરવામાં આવ્યા અને લોકોએ માસ આત્મહત્યા કરશે એવી ધમકી આપી હતી. જ્યારે સનીની બોલિવૂડમાં એન્ટ્રી થઈ તો એ પહેલાથી ચર્ચાઈ ચૂકેલો ચહેરો હતો. એક પોર્ન સ્ટાર તરીકે તેને આખી દુનિયા ઓળખતી હતી. હિન્દી સિનેમામાં તો ઝડપથી ચમકવા લાગી જેના કારણે કેટલીક અભિનેત્રી અને ફિલ્મમેકરે સનીને બોલિવૂડમાં લાવવાની વાતનો વિરોધ કર્યો. ઘણા લોકોએ આરોપો નાંખ્યા કે એક પોર્ન સ્ટારને આખરે અભિનયની દુનિયામાં શા માટે લાવવી જાઈએ.