હોલીવુડની રીમેકમાં સાથે જાવા મળી શકે છે રણવીર સિંહ અને કેટરીના કેફ

ફિલ્મી દુનિયા

નવી દિલ્હી,
બોલીવુડ ડાયરેક્ટર જાયા અખ્તર પાછલી ફિલ્મ ‘ગલી બોય’ને ખુબ પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. એક રિપોર્ટ અનુસાર જાયા અખ્તર એકવાર ફરી રણવીર સિંહની સાથે ફિલ્મ બનાવવા જઈ રહી છે અને આ વખતે તેની સાથે કેટરીના કેફ જાવા મળી શકે છે. જા આમ થાય તો આ જાડી પ્રથમવાર રોમાન્સ કરતી જાવા મળશે.
એક રિપોર્ટ પ્રમાણે, જાયા અખ્તર એક મોટી ફિલ્મ બનાવવા જઈ રહી છે જે એક ફેસમ હોલીવુડ ફિલ્મની હિન્દી અડેપ્ટેશન હશે. તેણે આ માટે રણવીર સિંહ અને કેટરીનાનું નામ નક્કી કરી લીધું છે. રિપોર્ટ પ્રમાણે એક સૂત્રએ જણાવ્યું કે, જાયાએ હોલીવુડની ફેમસ ફિલ્મ ‘ધ ડિપાર્ટેડ’ના રાઇટ્‌સ લઈ લીધા છે. વર્ષ ૨૦૦૬માં આવેલી આ ફિલ્મ ઓસ્કાર જીતી ચુકી છે. પરંતુ ભારતીય ફિલ્મ પ્રમાણે જાયા તેના પ્લેટમાં ફેરફાર કરશે.
રિપોર્ટ પ્રમાણે રણવીર સિંહ ફિલ્મમાં તે રોલ કરશે જે ઓસ્કાર વિનિંગ અભિનેતા લિયાનાર્ડો ડિ કૈપ્રિયોએ નિભાવ્યો હતો. જાણવા મળી છે કે રણવીરે આ રોલ માટે હા પાડી દીધી છે. ફિલ્મમાં કેટરીનાનો પણ એક્શન અને એડવેન્ચરનો ભરપૂર રોલ હશે. હવે જાવાનું રહેશે કે રણવીર અને કેટરીનાની જાડી સાથે પડદા પર જાવા મળે છે કે નહીં કારણ કે બંન્ને ઘણીવાર સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.