હેમા માલિનીએ પોતાના હાથે ધર્મેન્દ્રને કેક ખવડાવી

ફિલ્મી દુનિયા

મુંબઈ, તારીખ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ના દિવસે જન્મેલા એક્ટર ધર્મેન્દ્ર આજે ૮૭ વર્ષના થયા છે. ત્યારે ધર્મેન્દ્રના પત્ની હેમા માલિનીએ તેઓને કેક ખવડાવી છે. કેક કટિંગ સેરેમનીમાં ઘણાં લોકો જોવા મળી રહ્યા છે અને હેમા માલિની ધર્મેન્દ્રને કેક ખવડાવતા જોવા મળી રહ્યા છે. તારીખ ૮ ડિસેમ્બર, ૧૯૩૫ના રોજ પંજાબમાં જન્મેલા ધર્મેન્દ્રનું પૂરું નામ ધરમ સિંહ દેઓલ છે. તેમના પિતા શિક્ષક હતા અને શિસ્તબદ્ધ હોવાને કારણે ધર્મેન્દ્રએ કયારેણ પણ પિતાને એવું જણાવ્યું નહોતું કે હું (ધર્મેન્દ્ર) એક્ટર બનવા માગું છું.

ધર્મેન્દ્ર ધોરણ ૮માં આવ્યા ત્યાં સુધી તેમણે કયારેય પણ કોઈ ફિલ્મ જોઈ નહોતી, અને ૯મા ધોરણમાં પહેલી વખત ફિલ્મ જોઈ ત્યારે જ તેમણે ફિલ્મ લાઈનમાં પ્રવેશવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિલ્મ શોલેમાં ધર્મેન્દ્ર સૌપ્રથમ ઠાકુરનું પાત્ર ભજવવા માગતા હતા જે બાદમાં સંજીવ કુમારે ભજવ્યું. ધર્મેન્દ્રએ શોલેમાં વીરુનો રોલ કર્યો જે લોકોને આજે પણ યાદ છે. એક જમાનામાં ધર્મેન્દ્ર પાછળ ઘણી છોકરીઓ પાગલ હતી. બોલિવૂડ એક્ટર ગોવિંદાની પત્ની સુનીતાએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો, એક શોમાં ગોવિંદાની પત્નીએ જણાવ્યું હતું કે તે જ્યારે ગર્ભવતી હતી ત્યારે ધર્મેન્દ્રનો ફોટો પાસે રાખતી હતી કે જેથી આવનાર બાળક ધર્મેન્દ્ર જેવું સુંદર હોય. ગત મહિને બોલિવૂડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રનેICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ધર્મેન્દ્રને સાઉથ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રનો પૌત્ર અને સની દેઓલનો દીકરો કરણ દેઓલ છેલ્લા કેટલાક સમયથી અપકિંગ ફિલ્મ ‘અપને ૨’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેમાં તે પહેલીવાર પિતા સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળવાનો છે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરણ દેઓલે ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. હવે તે દાદા ધર્મેન્દ્ર અને કાકા બોબી દેઓલ સહિતના પરિવારના સભ્યો અને એક્ટર્સ સાથે અનિલ શર્માની ફિલ્મ ‘અપને ૨’માં જોવા મળશે. આ પ્રોજેક્ટમાં, તે સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્ર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતો જોવા મળવાનો છે, ત્યારે ૨૦૧૩માં રિલીઝ થયેલી ‘યમલા પગલા દીવાના ૨’, જેમાં આ ત્રિપુટી જોવા મળી હતી તેમાં કરણેસેકન્ડ યુનિટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.