હેમા માલિનીએ કોરોનાગ્રસ્તો માટે હોસ્પિટલમાં ઓક્સિજન સાથેની પથારીની વ્યવસ્થા કરી

ફિલ્મી દુનિયા

મુંબઇ : કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા અગણિત થઇ ગઇ છે, તેમજ ઘાતક નીવડી છે. દેશમાં ઓક્સિજન તેમજ હોસ્પિટલમાં પથારીની અછત થઇ ગઇ છે. તેથી સેલિબ્રિટિઓ તેમજ ઉદ્યોગપતિઓ પોતપોતાની રીતે સહાય કરી રહ્યા છે. આ યાદીમાં હવે હેમા માલિનીનું નામ પણ જોડાઇ ગયું છે.

હેમા માલિની મથુરા સીટથી ભાજપની સાંસદ છે. એવામા તેણે પોતાના ક્ષેત્રમાં ઓક્સિજન વધારનારીસાત મશીનો સ્થાપિત કરી છે. જેની જાણકારીતેણે ટ્વિટર પરથી તસવીર સાથે શેર કરી છે.

અભિનેત્રીએ ટ્વિટ કર્યું છે કે, બ્રજવાસીઓની સેવા માટે જનપદ મથુરામાં ઓક્સિજન વધારનાર સાત મશીનો મુક્યા છે. આ સદકાર્ય કરીને હું સ્વયંને ભાગ્યશાળી માની રહી છું. જેથી હવે મથુરામાં લગભગ ૬૦ ઓક્સિજન પથારીઓ વધુ ઉપલબ્ધ થશે.

આ ઉપરાંત હેમા માલિનીએ કહ્યું હતું કે, વિદેશથી ડોકટરની ડીગ્રી લઇને આવેલા તબીબોને હાલ કોવિડ-૧૯ની સારવારની જવાબદારી આપવી જોઇએ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.