૨૦૦ લોકોની સાથે બાંધ્યા છે શારીરિક સંબંધ : જેનિફર

ફિલ્મી દુનિયા

મુંબઈ, અમેરિકન એક્ટ્રેસ અને કોમેડિયન જેનિફર કૂલિજ ૬૦ વર્ષની છે. તે ૩૮ વર્ષની ઉંમરે પોપ્યુલર અમેરિકન એડલ્ટ કોમેડી ફ્રેન્ચાઈઝી ફિલ્મ અમેરિકન પાઈમાં જાેવા મળી હતી. જેમાં તેણે એવું પાત્ર ભજવ્યું હતું જે તેના દીકરાના મિત્રો સાથે ફિઝિકલ રિલેશન બનાવે છે. ત્યારે હવે એક્ટ્રેસ જેનિફર કૂલિજે એવો ખુલાસો કર્યો છે કે તેણે અત્યાર સુધીમાં ૨૦૦ કરતા પણ વધુ લોકો સાથે સેક્સ માણ્યું છે.

એક ઈન્ટરનેશનલ મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં જેનિફર કૂલિજે ૨૦૦ લોકો સાથે શારીરિક સંબંધો બાંધ્યા હોવાની વાત કબૂલી છે. તેણે કહ્યું કે ફિલ્મ અમેરિકન પાઈમાં એક્ટિંગ કરવાનો મને ઘણો ફાયદો થયો અને મેં ૨૦૦ લોકો સાથે સેક્સ માણ્યું. જાે અમેરિકન પાઈ ફિલ્મ ના આવી હોત તો કદાચ હું આવું ના કરી શકી હોત.

આ ફિલ્મ વર્ષ ૧૯૯૯માં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. જેનિફર કૂલિજે મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, શરૂઆતના સંઘર્ષના વર્ષોમાં લગભગ ૧૦ વર્ષ સુધી હું ઘણાં ઓડિશનમાં રિજેક્ટ થઈ હતી. જેથી મારી અંદરનો ડર ખતમ થઈ ગયો હતો. મને ત્યારે તે વાત સમજાઈ ગઈ હતી કે હવે મારી પાસે ગુમાવા જેવું કશું નથી. પણ, જ્યારે મેં અમેરિકન પાઈ ફિલ્મમાં કામ કર્યું તો મારી જિંદગી બદલાઈ ગઈ.

જેનિફર કૂલિજે વધુમાં જણાવ્યું કે, મને જીવનમાં ઘણાં સારા મિત્રો મળ્યા. મેં ઘણાં સારા કામ કર્યા. જેનિફર કૂલિજનો જન્મ અમેરિકાના બોસ્ટનમાં થયો. તેણે એક કોમેડિયન સાથે પણ ડેટિંગ કર્યું. જેનિફર કૂલિજ અત્યારે પાળતુ જાનવરોના હિટ માટે લડત ચલાવે છે. જેનિફર કૂલિજની અન્ય જાણીતી હોલિવૂડ ફિલ્મો અ સિન્ડ્રેલા સ્ટોરી, એપિક મૂવી, અમેરિકન ડ્રીમ્ઝ, સોલમેન વગેરે છે. આ સિવાય તે ઘણાં ટીવી શૉમાં પણ જાેવા મળી કે જેમાં સેક્સ એન્ડ ધ સિટી, ફ્રેન્ડ્‌સ વગેરે સામેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.