જયપુરમાં થઈ હંસિકા મોટવાણીની મહેંદી સેરેમની

ફિલ્મી દુનિયા

મુંબઈ, સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ હંસિકા મોટવાણી જલદી જ બિઝનેસમેન સોહેલ કથૂરિયા સાથે લગ્ન કરશે. જયપુરમાં તેઓના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે સોશિયલ મીડિયા પર હંસિકાના મહેંદીના ફોટોગ્રાફ્સ અને વિડીયો શેર થઈ રહ્યા છે. જેમાં હંસિકા લાલ અને પીળા રંગના એથનિક આઉટફિટમાં જાેવા મળી રહી છે. જ્યારે સોહેલે પીચ અને ક્રીમ રંગનો એથનિક લૂક પસંદ કર્યો હતો. તેઓ બંનેના વિડીયો હવે સોશિયલ મીડિયા પર જાેવા મળી રહ્યા છે.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કર્યા બાદ બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી હંસિકા મોટવાણી દુલ્હન બનવા જઈ રહી છે. તે ઘણાં સમયથી મુંબઈના બિઝનેસમેન અને પોતાની કંપનીના પાર્ટનર સોહેલ કથુરિયા સાથે રિલેશનશિપમાં છે. બંને હવે રાજસ્થાનના જયપુરમાં શાહી અંદાજમાં સાત ફેરા લેવાના છે અને લગ્નની તમામ તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે. આ પહેલા સોહેલે હંસિકાને ખૂબ જ રોમેન્ટિક રીતે પેરિસના ફેમસ એફિલ ટાવર સામે પ્રપોઝ કર્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હંસિકા મોટવાણીએ પ્રપોઝલની ખૂબ જ સુંદર તસવીરો શેર પણ કરી હતી. હંસિકા મોટવાણીનો ભાવિ પતિ સોહેલ મુંબઈનો એક બિઝનેસમેન છે. હંસિકા અને સોહેલ સારા મિત્રો છે.

બાદમાં તેઓ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં બિઝનેઝ પાર્ટનર બન્યા હતા. બંનેએ કેટલીય ઈવેન્ટ સાથે પ્લાન કરી હતી. લાંબો સમય સાથે કામ કરવા અને સમય વિતાવ્યા પછી તેમના મનમાં એકબીજા માટે ફીલિંગ્સ પેદા થઈ હતી. જેથી બંનેએ આખી જિંદગી સાથે વિતાવવાનો ર્નિણય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોહેલનો એક ટેક્સટાઈલ બિઝનેસ પણ છે. જે ૧૯૮૫થી ગારમેન્ટ્‌સ એક્સપોર્ટ કરે છે. અગાઉ સોહેલે રિન્કી બજાજ સાથે લગ્ન કર્યા હતા. રિન્કી અને સોહેલના છૂટાછેડા કેમ થયા તે અંગેનું કારણ જાણવા નથી મળ્યું. હંસિકા મોટવાણીના કરિયરની વાત કરીએ તો, તેણે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગની શરૂઆત કરી હતી.

તે પોપ્યુલર ટીવી સીરિયલ શાકા લાકા બૂમ બૂમ, ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી તેમજ સોનપરી સહિતના શોમાં કામ કરી ચૂકી છે. તે હૃતિક રોશન સાથે ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં પણ જાેવા મળી હતી. આ સિવાય એક્ટ્રેસ આપકા સુરુર, મની હૈ તો હની હૈ સહિતની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. હાલ, તે બોલિવુડથી દૂર છે અને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રીતે કામ કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.