ગોવિંદાની પત્નીએ રણવીરને પૂછ્યું ક્યારે આપશો ગુડ ન્યૂઝ?

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણવીર સિહ ઘણીવાર જાહેરમાં ગોવિંદાના વખાણ કરી ચૂક્યો છે. તાજેતરમાં જ ગોવિંદા પત્ની સુનીતા સાથે રણવીર સિંહના ક્વિઝ શૉ ધ બિગ ક્વિઝ પહોંચ્યો હતો. ગોવિંદા અને રણવીર બન્ને ધમાલ-મસ્તી કરવામાં આગળ પડતા હોય છે, તેમની એનર્જી અલગ જ હોય છે. તો જ્યારે સેટ પર બન્ને ભેગા થયા તો તેમણે ખૂબ મસ્તી કરી.

ગોવિંદાની પત્નીએ તો રણવીર સિંહને અંગત પ્રશ્ન પણ પૂછી લીધો. શો દરમિયાન ગોવિંદાની પત્ની સુનિતાએ રણવીર સિંહને પૂછ્યું કે, તમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. મને આખરે નાનો રણવીર, મારો લાલ ક્યારે જાેવા મળશે. આજે ફેન્સને કહી જ દો કે આખરે નાનો રણવીર સિંહ ક્યારે આવી રહ્યો છે અને તમે ક્યારે બધાને ખુશખબર સંભળાવવાના છો. સુનિતાનો આ પ્રશ્ન સાંભળીને રણવીર સિંહ બ્લશ કરવા લાગ્યો અને ગોવિંદા ખડખડાટ હસી પડ્યો. રણવીરે પણ જવાબ આપતાં કહ્યું કે, હું તમને પછી જણાવીશ. હું તો પૂરી તૈયારીમાં છું. જેની પાસેથી પણ ટિપ્સ અને અભિપ્રાય લેવાના હોય તે લઈ રહ્યો છું.

બાળકોના નામ પણ શોર્ટ લિસ્ટ કરી રહ્યો છું. હું સંપૂર્ણ તૈયારી મોડમાં છું. હું તો રાહ જ જાેઈ રહ્યો છું. પિતા બનવા માટે હું વધારે રાહ નથી જાેઈ શકતો. રણવીર સિંહનો જવાબ સાંભળીને ગોવિંદાની પત્નીએ કહ્યું કે, મારી શુભકામનાઓ તમારી સાથે છે, પ્રયત્ન ચાલુ રાખો, બધું જલ્દી થઈ જશે. ગોવિંદાએ પણ રણવીરને કહ્યું કે, ૨૦૨૨માં અમે રણવીરના ખોળામાં એક ક્યુટ બાળક જાેવા માંગીએ છીએ. તુ અને દીપિકા આમ પણ એકસાથે કેટલા સારા લાગો છે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી વર્ષ ૨૦૧૮માં રણવીર અને દીપિકા લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમણે ઈટાલીમાં લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહે ટીવી પર ક્વિઝ શો ધ બિગ પિક્ચર સાથે એન્ટ્રી કરી છે. તે આ શૉને હોસ્ટ કરી રહ્યો છે. આ શૉ પર અત્યાર સુધી મહેમાન તરીકે કરણ જાેહર, કાજાેલ, શત્રુધ્ન સિન્હા, સોનાક્ષી, સલમાન ખાન, આયુષ શર્મા, કેટરિના કૈફ, રોહિત શેટ્ટી આવી ચૂક્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.