દીકરા આર્યન ખાન માટે ગૌરી ખાને માનતા માની છે

ફિલ્મી દુનિયા

આર્યનની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યો, કોર્ટ તેના પર ૨૦ ઓક્ટોબરે ર્નિણય સંભળાવશ

મુંબઈ, 
વિવાદિત મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન જેલમાં બંધ છે. આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી પૂરી થઈ છે અને ચુકાદો ૨૦ ઓક્ટોબરે આપવામાં આવશે. ૨ ઓક્ટોબરે આર્યન ક્રૂઝ પરથી ઝડપાયો હતો અને ત્યારબાદ તેને જેલમાં મોકલાયો હતો. છેલ્લા ૧૩ દિવસથી દીકરો ઘરથી દૂર મુશ્કેલીમાં હોવાથી શાહરૂખ ખાન અને ગૌરી પરેશાન છે. શાહરૂખના ઘર ‘મન્નત’માં પણ વાતાવરણ ઉદાસીન છે.

શાહરૂખ અને ગૌરી દીકરાની ચિંતામાં સતત કાયદાના જાણકારો તેમજ અંગત મિત્રોના સંપર્કમાં છે. તેઓ સતત ફોન કરીને વાત કરી રહ્યા છે. ૨ ઓક્ટોબરે આર્યન ખાન પકડાયો ત્યારે લાગતું હતું કે અમુક કલાકોમાં છૂટી જશે પરંતુ તેની કાયદાકીય લડત લાંબી ચાલી રહી છે. આર્યનને જેલમાં રાખવા માટે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો મજબૂત દલીલો કરી રહી છે. મુંબઈની સેશન્સ કોર્ટમાં બુધવાર અને ગુરુવાર બે દિવસ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

એટલે કે આર્યન ખાનને ઓછામાં ઓછું ૨૦ ઓક્ટોબર સુધી તો જેલમાં રહેવું જ પડશે. દીકરાનો જેલવાસ લંબાતા શાહરૂખ અને ગૌરી ખાન માટે એક-એક દિવસ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. નામ ન આપવાની શરતે શાહરૂખ-ગૌરીના પારિવારિક ફ્રેન્ડે ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે, ગૌરીએ દીકરા માટે માનતા માની છે. રિપોર્ટ પ્રમાણે, ગૌરી ખાને આર્યન માટે માનતા માની છે અને નવરાત્રી દરમિયાન તે માતાજીની ખૂબ ભક્તિ કરી રહી છે.

એટલું જ નહીં નવરાત્રી શરૂ થઈ ત્યારથી ગૌરીએ ખાંડ સહિત તમામ ગળી વસ્તુઓ ખાવાનું બંધ કરી દીધી છે. ગત સુનાવણી પહેલા શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાણીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માતાજીનો ફોટો પણ શેર કર્યો હતો. તેણે તસવીર શેર કરતાં લખ્યું હતું, “માતા રાણી તમારો આભાર.” બુધવારની સુનાવણી બાદ શાહરૂખ-ગૌરીને અપેક્ષા હતી કે ગુરુવારે દીકરાને જામીન મળી જશે પરંતુ તેમ ના થયું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.