ગૌરવ ખન્નાએ પત્ની આકાંક્ષા ચમોલાને ગિફ્ટમાં આપી કાર

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટીવીના ટીઆરપી લિસ્ટમાં ટોચ પર રહેલી સીરિયલ અનુપમા આજકાલ ખૂબ ચર્ચમાં છે. આ શોમાં અનુજનું પાત્ર ઉદાસ દેખાય છે ત્યારે આ રોલ કરતો એક્ટર ગૌરવ ખન્ના રિયલ લાઈફમાં હાલ ખૂબ ખુશ છે. ગૌરવ ખન્નાએ નવી કાર ખરીદી છે. તેણે પોતાની પત્ની આકાંક્ષા ચમોલા ને નવી કાર ગિફ્ટ કરી છે. જેનો વિડીયો આકાંક્ષાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આકાંક્ષાએ વિડીયો શેર કરતાં જ ફેન્સ અને સેલેબ્સે તેમને અભિનંદન આપી રહ્યા છે.

ગૌરવ ખન્નાની ઓનસ્ક્રીન પત્ની અનુપમા એટલે કે એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ પ્રતિક્રિયા આપી છે. આકાંક્ષા ચમોલાએ ઈન્સ્ટાગ્રામ પર કારના શો-રૂમમાંથી વિડીયો શેર કર્યો છે. આકાંક્ષા અને ગૌરવ પોતાની કાર પરથી કવર હટાવતા અને બાદમાં પૂજા કરતાં જોવા મળે છે. આ દરમિયાન આકાંક્ષા થોડી ઈમોશનલ થતી દેખાય છે. આકાંક્ષાએ પોતાની નવી નક્કોર કારનો વિડીયો શેર કરતાં લખ્યું, *આખરે આ થયું…થેક્નયૂ મારા હસબેંક આટલી અતુલ્ય ગિફ્ટ પસંદ કરીને આપવા માટે.*

રિપોર્ટ્સ પ્રમાણે, ગૌરવ ખન્નાએ પત્ની માટે ખરીદેલી આSUVની કિંમત ૨૧લાખ રૂપિયા છે. અનુપમાનો રોલ કરતી રૂપાલી ગાંગુલીએ આ વિડીયો પર પ્રતિક્રિયા આપતાં લખ્યું, વાહ, અભિનંદન. જણાવી દઈએ કે, રિયલ લાઈફમાં રૂપાલી અને આકાંક્ષા વચ્ચે ખૂબ સારું બોન્ડ છે. બંને જાહેરસ્થળોએ કેટલીય વાર એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરી ચૂકયા છે. રૂપાલી સિવાય એક્ટ્રેસ સિમરન કૌર, આકાંક્ષા સિંહ, અનુજ સચદેવા, પૂજા બેનર્જી સહિતના ટીવી સેલેબ્લે પણ કપલને અભિનંદન આપ્યા છે.

આ સાથે જ ફેન્સ પણ આકાંક્ષા અને ગૌરવને નવી કાર માટે અભિનંદ આપી રહ્યા છે. ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષા પણ અભિનેત્રી છે. તેણે ‘ભુતુ’ અને ‘સ્વરાગિણી’ જેવી સીરિયલોમાં કામ કર્યું છે. જોકે, લાંબા સમયથી તે ટીવીના પડદાથી દૂર છે. થોડા દિવસ પહેલા જ આકાંક્ષા કહ્યું હતું, *હું સીરિયલોમાં કામ કરતી હતી અને હવે કામ કરવાની રાહ જોઈ રહી છું.

ટીવીથી દૂર રહેવાનું કોઈ ખાસ કારણ નથી. હું ઢગલાબંધ ઓડિશન આપું છું પરંતુ લોકોને મારા ઓડિશન પસંદ નથી આવતા. હું ફેન્સને કહીશ કે તેઓ ગૌરવ પર અઢળક પ્રેમ વરસાવે જેથી તે મારા માટે શો પ્રોડયુસ કરી શકે.* જોકે, પત્નીની નિરાશા દૂર કરતાં ગૌરવે કહ્યું હતું કે, સમયથી પહેલા કોઈને કંઈ નથી મળતું એટલે જ્યારે સમય આવશે ત્યારે તેને પણ સારી તક મળી જ જશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.