ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચ્યો આમિર ખાન

ફિલ્મી દુનિયા

મુંબઈ,
આમિર ખાન પોતાની નેક્સ્ટ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નાં શૂટિંગ માટે તુર્કી પહોંચી ગયો છે. તુર્કીમાં આમિર ખાનના અમુક ચાહકોએ તેની સાથે ફોટોઝ ક્લિક કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. જાે કે આ ફોટોઝ ઘણા યુઝર્સને ગમ્યા નથી કારણ કે કોરોના ટાઈમમાં આમિર લોકોની ઘણી નજીક હતો અને ઘણા ફોટો અને વીડિયોમાં તેણે માસ્ક પણ પહેર્યું નથી. કોરોના વાઈરસની ઝપેટ આખી દુનિયા આવી ગઈ છે. તેવામાં એક ચાહકે ટર્કિશમાં લખ્યું કે, મિત્રો, હું તમને કઈક કહેવા માગું છું, પણ મારા પર ગુસ્સે ન થતા.
આ ફોટોમાં શું છે? કૃપા કરીને વધારે નજીક ન આવો, કોવિડ -૧૯ કોને છે તે સ્પષ્ટ નથી, તેથી તમે પોતાને અને આમિર બંનેને સુરક્ષિત રાખો, તમારી વચ્ચે અંતર રાખો. ફોરેસ્ટ ગમ્પની રિમેક આ ફિલ્મનું શૂટિંગ લદ્દાખ અને દિલ્હીમાં થવાનું હતું, પરંતુ લોકડાઉનને લીધે તે કેન્સલ થયું. દેશમાં કોરોનાના વધી રહેલા કેસને લીધે લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ તુર્કી અને જ્યોર્જિયામાં થશે. ફિલ્મનાં ડિરેક્ટર અદ્વૈત ચંદન અને રાઈટર અતુલ કુલકર્ણી છે. ફિલ્મ ક્રિસમસ ૨૦૨૦માં રિલીઝ થવાની હતી પરંતુ હવે તે આવતા વર્ષે રિલીઝ થઇ શકે તેવી શક્્યતા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.