ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હાઉસફુલ, ફેન્સે બુક કર્યું આખું થિયેટર

ફિલ્મી દુનિયા

મુંબઈ, શાહરુખ ખાનની પઠાન બહુ જલ્દી મોટા પડદા પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા શાહરુખ ૪ વર્ષ બાદ લીડ હીરો તરીકે વાપસી કરી રહ્યો છે. તેને લઈને ફેન્સની વચ્ચે ભારે અફરાતફરી મચેલી છે. શાહરુખના ફેન્સ આતુરતા પૂર્વક ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને ફેન્સની એક્સાઈટમેન્ટને સ્પષ્ટ જોઈ શકાય છે.

હવે સમાચાર એ છે કે, શાહરુખની એક ફેન ક્લબે સિનેમાહોલના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોની તમામ ટિકિટો બુક કરી લીધી છે.ફેન ક્લબે મુંબઈના ગેટી ગેસેક્સી સિનેમા હોલના પ્રથમ શો, જે ૯ વાગ્યાનો છે, તેને બુક કરી લીધો છે. ખાસ વાત છે કે, આ સિનેમાહોલનો પ્રથમ શો ૧૨ વાગ્યાથી થઈ રહ્યો છે, પણ શાહરુખ ખાન અને પઠાનનો ક્રેઝ જોતા તેમણે પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો અને પઠાન માટે પ્રથમ શો સવારે ૯ વાગે રાખ્યો. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો પર આખો સિનેમાહોલ બુક થવાની પુષ્ટિ જી ૭ મલ્ટીપ્લેક્સના કાર્યકારી નિર્દેશક મનોજ દેસાઈએ પણ કરી છે. મનોજ દેસાઈએ જણાવ્યું છે કે, આ એકદમ સાચી વાત છે.

શાહરુખ ખાનના ફેન્સે આખા થિયેટરને બુક કરી લીધું છે. તે ફિલ્મનો પ્રથમ શો ૧૨ વાગ્યા પહેલા જોવાનો છે. સોના ટાઈમિંગના ફેરફાર વિશે વાત કરતા કહ્યું કે, એક્જીબિટિર્સે શુક્રવારે સ્ક્રીનિંગ ટૂંકમાં શરુ કરવાની માગ કરી છે. પણ પ્રથમ શોનો ટાઈમિંગ શુક્રવારે જ ખબર પડશે. આપને જણાવી દઈએ કે, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહ્મ સ્ટારર પઠાન, બોક્સિ ઓફિસ પર ૨૫ જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડાયરેક્ટ કર્યું છે. ફિલ્મમાં શાહરુખના પઠાન નામના સીક્રેટ એજન્ટનું પાત્ર નિભાવે છે. દીપિકા પણ એક સોલ્જર બની છે. જ્યારે જોન ફિલ્મમાં નેગેટિવ પાત્રમાં છે. તે આતંકી માસ્ટરમાઈંડ બન્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.