
ફાઈનલી ક્વીન ઐશ્વર્યા રાયની કાન રેડ કાર્પેટ પર એન્ટ્રી
મુંબઈ, બ્યૂટી ક્વીન અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયની કાન ફિલ્મ ફેસ્ટિવલ રેડ કાર્પેટ પર એન્ટ્રી થઇ ગઇ છે. ગત રાત્રે ઐશ્વર્યા ૭૬માં કાન ફેસ્ટિવલમાં ઇન્ડિયાના જોન્સ અને ડાયલ ઓફ ડેસ્ટિનીના સ્ક્રિનિંગ પર પહોંચી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને રેડ કાર્પેટ પર માટે મિસ્ટિકલ હૂડેડ ગાઉન પહેર્યુ હતું, જેની તસવીરો સામે આવતા જ ફેન્સની નજર નથી હટી રહી. ઇન્ટરનેશનલ રેડ કાર્પેટ્સ અને ખાસ કરીને કાન ફેસ્ટિવલમાં પોતાના લૂકથી વાહવાહી મેળવતી ઐશ્વર્યાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, તે રેડ કાર્પેટ ક્વીન છે. હોલિવૂડ મૂવી પ્રીમિયર દરમિયાન ઐશ્વર્યા તેના ફર્સ્ટ રેડ કાર્પેટ લૂકમાં જોવા મળી હતી,
જેમાં તે યૂનિક સોફી કયૂટયોર ક્રિએશનમાં જોવા મળી હતી. આ ગાઉન પર લાઇટવેઇટ એલ્યૂમિનિયમ ડિટેલ્સ, શિમરી એમ્બેલિશ્મેન્ટ્સ અને સિગ્નેચર ક્લિન્ચ કોર્સેટ જોવા મળે છે. ઐશ્વર્યાનો હૂડેડ લૂક કાન કેપ્સ્યૂલ કલેક્શનમાંથી પિક કરવામાં આવ્યો છે. ઐશ્વર્યાના સિલ્વર અને બ્લેક ગાઉનમાં જે ક્રિસ્ટલ્સ એડ કરવામાં આવ્યા છે તેને પણ બ્રાન્ડના પુરાલેખ સંબંધિત કાન કેપ્સ્યૂલ કલેક્શનમાંથી જ છે. જેને હૂડના ફ્રન્ટ પર એડ કરવામાં આવ્યા છે. જ્યારે એક્ટ્રેસના બ્લેક કોર્સેટમાં સ્વીટહાર્ટ નેકલાઇન આપવામાં આવી છે.
એક્ટ્રેસે તેના ક્લાસિક એસેમ્બલને સિગ્નેચર મેકઅપ લૂક બોલ્ડ રૂબી લિપ્સ, બ્લેક આઇલાઇનર અને સિલ્વર આઇશેડોથી કમ્પલિટ કર્યો છે. જ્યારે હેરસ્ટાઇલમાં તેણે વાળને સેન્ટર પાર્ટેડ રાખીને ખુલ્લા રાખ્યા હતા. આ એસેમ્બલ સાથે ઐશ્વર્યાએ સિલ્વર રિંગ્સ અને હાઇ હીલ્સ મેચ કર્યા છે. એશના લૂકની તસવીરો સામે આવતા જ ઇન્ટરનેટ પર કોમેન્ટ્સનો જાણે વરસાદ શરૂ થઇ ગયો હતો.
એક યૂઝરે તેને રેડ કાર્પેટ ક્વીન કહી હતી તો અન્ય યૂઝર્સે તેના મેકઅપ અને આંખોના વખાણ કર્યા હતા. જો કે, કેટલાંક યૂઝર્સે તેને હૂડી લૂક માટે ટ્રોલ પણ કરી હતી અને તેની સરખામણી મમ્મા શાર્ક સાથે કરી હતી. હોલિવૂડ ફિલ્મ ઇન્ડિયાના જોન્સ અને ડાયલ ઓફ ડેસ્ટિની સ્ક્રિનિંગ દરમિયાન ઐશ્વર્યાએ શિમરી ગ્રીન કેપ ગાઉન પહેર્યુ હતું જેને વેલેન્ટિનોએ ડિઝાઇન કર્યુ છે. છેલ્લાં બે દાયકાથી ઐશ્વર્યા કાન ફેસ્ટિવલમાં કોસ્મેટિક જાયન્ટL’Orealને રિપ્રેઝન્ટ કરી રહી છે. આ વર્ષે પણ તે ફ્રેન્ચ રિવેરા તેની દીકરી આરાધ્યા બચ્ચન સાથે પહોંચી હતી.