ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યાએ ફરી સાઉથની ફિલ્મ સ્વીકારી

ફિલ્મી દુનિયા

મુંબઈ, તાજેતરમાં જ ૫૦ વર્ષ પૂરાં કરી ૫૧માં વર્ષમાં પ્રવેશેલી ઐશ્વર્યા રાયે તેનાથી ૧૮ વર્ષ મોટા ચિરંજીવીની હિરોઈન બનવાનું સ્વીકાર્યું છે. ‘મેગા ૧૫૬ ‘ એવું કામચલાઉ ટાઈટલ ધરાવતી ફિલ્મમાં તે ચિરંજીવી સાથે ઓનસ્ક્રીન રોમાન્સ કરવાની છે.

આશરે ૨૦૦ કરોડનાં બજેટમાં બની રહેલી આ ફિલ્મ એક ફેન્ટસી વાર્તા પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં કુલ પાંચ હિરોઈનો હશે. સાઉથની અનુષ્કા શેટ્ટી અને મૃણાલ ઠાકુર પણ આ ફિલ્મમાં ઐશ્વર્યાની સહકલાકાર હશે. ‘આરઆરઆર’ ના સંગીત કાર એમ. એમ. કિરવાની આ ફિલ્મનું સંગીત આપવાના છે.

નિર્માતાઓનો ઈરાદો સમગ્ર ભારતનાં ઓડિયન્સને આકર્ષવાનો છે. આ માટે જ ચિરંજીવી ઉપરાંત ઐશ્વર્યા, અનુષ્કા, મૃણાલ જેવા હિન્દી ઓડિયન્સમાં જાણીતા ચહેરાઓને કાસ્ટ કરાયા છે. ફિલ્મની સત્તાવાર જાહેરાત જોકે, હજુ બાકી છે. ઐશ્વર્યાએ છેલ્લે મણિરત્નમની ‘પોનિઈન સેલ્વન’ ફિલ્મના બે ભાગમાં કામ કર્યું હતું. તે પછી તેણે વધુ એકવાર સાઉથની જ આ ફિલ્મ સ્વીકારી છે. છેલ્લા કેટલાય સમયથી ઐશ્વર્યા બોલીવૂડના કોઈ મોટા પ્રોજેક્ટમાં દેખાઈ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.