દીકરી રડે ત્યારે તેને ખાસ રીતે શાંત રાખે છે પપ્પા નિક

ફિલ્મી દુનિયા

મુંબઈ, ૧૦૦ કરતાં વધુ દિવસ સુધી દીકરી માલ્તી મેરીને દ્ગૈંઝ્રેંમાં રાખ્યા બાદ આખરે પ્રિયંકા ચોપરા અને નિક જાેનસ તેને ઘરે લઈને આવી ગયા છે. મધર્સ ડેના દિવસે કપલે તેમની દીકરી સાથેની ક્યૂટ તસવીર પણ શેર કરી હતી, જાે કે તેનો ચહેરો છુપાવી દીધો હતો. દીકરી સ્વસ્થ થઈને ઘરે પરત ફરતાં પ્રિયંકા અને નિક અત્યંત ખુશ છે. નાના બાળકને સાચવવું ખાસ કરીને જ્યારે તે રડતું હોય ત્યારે શાંત રાખવું તે નવા-નવા મા-બાપ બનેલા કપલ માટે પડકારની વાત છે.

પરંતુ પ્રિયંકા ચોપરાના કેસમાં નિક જાેનસ તેને ખૂબ જ સપોર્ટ કરી રહ્યો છે. હવે, અમેરિકન સિંગરના તેના નાનકડી દીકરી સાથેના બોન્ડિંગ વિશેની કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. નિકના બંને ભાઈઓ પહેલાથી જ દીકરીના પિતા છે, ત્યારે તેમની પાસેથી કેટલીક ટિપ્સ લીધી છે. એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટ પ્રમાણે, નિકે માલ્તીને શાંત રાખવા માટે ગાવાનું શરૂ કરી દીધી છે અને હવે તે બાપ-દીકરીના બોન્ડિંગનો સૌથી મોટો ભાગ બની ગયો છે. નિકને જાણ થઈ કે, ગીત ગાવાથી તેની દીકરીને ન માત્ર ઊંઘવામાં મદદ મળે છે પરંતુ જ્યારે તે ચીડચીડી થઈ ગઈ હોય ત્યારે તે તેને શાંત પણ કરે છે.

જ્યારે પણ તે નિકનો અવાજ સાંભળે છે ત્યારે ચમકતી મોટી આંખોથી તેની સામે જુએ છે અને હસે છે. રિપોર્ટમાં તેમ પણ ઉમેરવામાં આવ્યું હતું કે, નિક જે રીતે ગિટાર સાથે અથવા તેના વગર ગીત ગાઈ છે તે પ્રિયંકાને ખૂબ ગમે છે. કેટલીકવાર નિક દીકરીને ઉપાડીને તેને છાતી સરસી ચાંપી લે છે અને ધીમે-ધીમે આગળ-પાછળ ફરે છે. નિક જાેનસના પરિવારને લાગે છે કે, ઘરમાં વધુ એક મ્યૂઝિશિયન ઉમેરાશે કારણ કે, તેને ખરેખર મજા આવે છે. મધર્સ ડેના દિવસે પ્રિયંકા ચોપરાએ પહેલીવાર દીકરી સાથેની તસવીર શેર કરીને લખ્યું હતું ‘૧૦૦ દિવસ દ્ગૈંઝ્રેંમાં રહ્યા બાદ અમારી નાનકડી દીકરી આખરે ઘરે આવી ગઈ છે.

દરેક પરિવારની જર્ની અનોખી હોય છે અને તેમાં ઘણા વિશ્વાસની જરૂર પડે છે, અમારા માટે છેલ્લા કેટલાક મહિના પડકારજનક હતા. અમને તે વાતનો આનંદ છે કે અમારી દીકરી આખરે ઘરે આવી ગઈ છે અને હું દરેક ડોક્ટરનો આભાર માનવા માગું છું. અમારું નવું પ્રકરણ શરુ થઈ ગયું છે અને અમારી દીકરી ખરેખર મસ્તીખોર છે. મમ્મી અને ડેડી તને પ્રેમ કરે છે માલ્તી મેરી. મને મમ્મી બનાવવા માટે આભાર નિક જાેનસ. આઈ લવ યુ. પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે રાજસ્થાનના ઉમૈદ ભવનમાં ડિસેમ્બર, ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. પહેલા સંતાન માટે તેમણે સરોગસીનો વિકલ્પ પસંદ કર્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.