
થલાપતિ વિજયની લિયો ફિલ્મ જોઈ ક્રેઝી બન્યા ફેન્સ
મુંબઈ, થલાપતિ વિજયની લિયો ગુરુવારે (૧૯ ઓક્ટોબર) વિશ્વભરમાં સ્ક્રીન પર રિલીઝ થઈ છે. તેલુગુમાં ડબ કરવામાં આવેલી આ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. કનાગરાજે અગાઉ વિજયની ‘માસ્ટર’નું દિગ્દર્શન કર્યું હતું જે બૉક્સ ઑફિસ પર સફળ સાહસ સાબિત થયું હતું. જેના લીધે તેમના બીજા સહયોગે ઘણો બઝ જનરેટ કર્યો છે. આ ફિલ્મમાં બૉલિવુડ અભિનેતા સંજય દત્ત વિલનના રોલમાં છે. બ્લૉકબસ્ટર ‘KGF 2’ પછી આ તેની બીજી દક્ષિણ ભારતીય ફિલ્મ છે.
ત્રિશા ક્રિષ્નન એ ફિલ્મમાં વિજય સાથે જોડી બનાવી છે જેમાં અર્જુન સરજા, ગૌતમ વાસુદેવ મેનન, મિસ્કીન, પ્રિયા આનંદ અને અન્ય ઘણા કલાકારો પણ છે. ‘લિયો’ માટે અનિરુદ્ધ રવિચંદરે સંગીત આપ્યું છે. ‘બ્લડી સ્વીટ’ અને ‘ના રેડી’ ગીતોએ શ્રોતાઓને જકડી રાખ્યા છે. આ ફિલ્મમાં મનોજ પરમહંસની સિનેમેટોગ્રાફી અને ફિલોમિન રાજનું એડિટિંગ છે. લિયો ફિલ્મ રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોના રિવ્યુ આવવા લાગ્યા છે. સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મXપર લિયો રિવ્યુ ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. બહુ ઓછા લોકો છે જેમને ફિલ્મ પસંદ નથી આવી.
થલાપતિ વિજયની એક્ટિંગની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકો કહે છે કે વિજય તેના અદ્બુત એક્શન સીન્સથી દિલ જીતી રહ્યો છે. ફિલ્મને લઈને એક યુઝરે લખ્યું, ‘હું ઉત્તર ભારતનો છું પરંતુ લિયોને જોયા પછી કહી શકું છું કે, વિજય આખી દુનિયાનો હીરો છે. લિયો ફિલ્મ માટે પાંચમાંથી પાંચ. અમે તમને પ્રેમ કરીએ છીએ વિજય થલાપથી સર. અન્ય એક યુઝરે લખ્યું, ‘લિયો એક એવી રસપ્રદ અને શાનદાર ફિલ્મ છે, જે અભિનેતા વિજયને તેની કારકિર્દીમાં કરવાનો ગર્વ થશે. એક પણ સીન ચૂકવા જેવો નથી, તમામ સીન આ ફિલ્મનો મહત્વનો ભાગ છે. સીટ લીગ ફિલ્મોમાં ટ્રેન્ડસેટર. એક યુઝરે કહ્યું, ‘જો તમને એક્શનથી ભરપૂર ફિલ્મોગમે છે, જે તમને તમારી સીટ પર જકડી રાખે છે, તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. લોકેશ દ્વારા નિર્દેશિત અને વિજય અભિનીત, ‘લિયો’ એડ્રેનાલાઈન-પમ્પિંગ એક્શનનું યોગ્ય મિશ્રણ પ્રદાન કરે છે.