એક્ટ્રેસ તુનિષા શર્માને યાદ કરી ખૂબ રડી ફલક નાઝ

ફિલ્મી દુનિયા

મુંબઈ, વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ ઓટીટી ૨ દિવસ જતાં વધુ સરપ્રદ બની રહ્યો છે. શોના લેટેસ્ટચ એપિસોડમાં ભાઈ શીઝાન ખાન જ્યારે જેલમાં હતો તે મુશ્કેલ સમયને યાદ કરતાં ફલક નાઝ ઈમોશનલ થઈ હતી અને તેની આંખમાંથી દડ-દડ કરતાં આંસુ વહેવા લાગ્યા હતા. ગાર્ડન એરિયામાં પૂજા ભટ્ટ સાથે વાતચીત કરતાં તેણે તુનિષા શર્માના મોત બાદ તે કેવી રીતે હવે લોકો સાથે અટેચ થતાં ડરી રહી છે તેના વિશે વાત કરી હતી.

તેણે વધુમાં કહ્યું હતું કે, આ ઘટના બાદ તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ ગયું છે અને હવે તે કોઈને ડોક્ટર અથવા અન્ય કોઈ બાબત અંગે સૂચન પણ આપી શકતી નથી. જણાવી દઈએ કે, તુનિષાએ ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ શો ‘અલી બાબાઃ દાસ્તાં-એ-કાબૂલ’ના સેટ પર રહેલા મેકઅપ રૂમમાં જીવન ટૂંકાવ્યું હતું, જે બાદ તેની મમ્મીની ફરિયાદના આધારે એક્સ બોયફ્રેન્ડ અને પૂર્વ કો-એક્ટર શીઝાનની ધરપકડ કરવામાં આવી હતી. તે આશરે ૭૦ દિવસ સુધી જેલમાં રહ્યો હતો.

તે તબક્કા વિશે વાત કરતાં ફલક નાઝે કહ્યું હતું કે ‘પરિવાર માટે સ્ટેન્ડ લીધું તે વાતનો શ્રેય હું કેવી રીતે લઈ શકું? જો મેં ન કર્યું હોત તો કોણ કરત? કોણ મારા મમ્મી અને ભાઈ સાથે ઉભું રહેત? મારે તેમની પડખે રહેવું હતું. જો તમે તમારા પરિવાર પ્રત્યે પ્રામાણિક નહીં હો, તો જીવનમાં કોઈના પ્રત્યે પણ પ્રામાણિક નહીં રહી શકો. તે સમયમાં અમે જે મુશ્કેલીઓમાંથી પસાર થયા છીએ તેને વર્ણવવી મુશ્કેલ છે. શીઝાન જ્યારે જેલમાં હતો ત્યારે મારો નાનો ભાઈ શબ્બી રાત-દિવસ તેને યાદ કરતો હતો. શીઝાન કયારે મુક્ત થશે તે અમે તેને કહી શકતા નહોતા. એકવાર અમે શીઝાનને મળાવવા માટે તેને જેલ લઈ ગયા હતા.

હું નહોતી જઈ શકી કારણ કે શીઝાનનો ચહેરો જોવાની મારામાં હિંમત નહોતી. બંને બારીની સામસામે ઉભા રહ્યા હતા. શબ્બી સતત રડયો હતો અને તે ઘરે કયારે પરત આવશે તેમ પૂછયું હતું’.

બાદમાં તેણે કહ્યું હતું કે ‘મેં તેને કેવી રીતે સંભાળ્યો છે તે માત્ર હું જ જાણું છું. લોકો કહેતા હતા કે કર્મનું ફળ મળે છે. હા, કર્મનું ફળ મળવાનું જ છે. હવે મને કોઈ સાથે અટેચ થવામાં ડર લાગી રહ્યો છે. કોઈ સાથે કનેક્ટ થવામાં ડર લાગે છે. માણસાઈ મરી ગઈ છે. લોકો હવે કહે છે કે, હું મારા પરિવારની છબીને સુધારવા માટે અહીં આવી છે.

હું તેમ કરીશ પરંતુ મારે કોઈની છબીને સુધારવાની જરૂર નથી. જે થયું જ નથી તેને કરવાની જરૂર જ નથી. જે જેમ છે તેમ જ રહેશે. જો કોઈને કંઈ કહેવું હોય તો ભલે કહે. અમે જેમાંથી પસાર થયા છીએ તે વિશે કોઈ જાણતું નથી’. ફલકે ઉમેર્યું હતું કે, ‘એક દિવસ પણ એવો નથી ગયો જ્યારે ઘટનાને યાદ કરીને તેને દુઃખ ન થયું હોય કે રડી ન હોય’. બાજુમાં બેઠેલી પૂજા ભટ્ટે ફલકને શાંત કરી હતી અને હિંમત દાખવી તે જે રીતે લડી તે માટે વખાણ કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.