સુમ્બુ તૌકીરને પોતાની સામે જોઈને ખુશ થયો ફહમાન

ફિલ્મી દુનિયા

મુંબઈ, હવે જ્યારે સુમ્બુલ તૌકીર બિગ બોસ ૧૬ના ઘરમાંથી બહાર છે, ત્યારે તેને ઈમલીના કો-એક્ટર અને ક્લોઝ ફ્રેન્ડ ફહમાન ખાન સાથે મુલાકાત કરવાની તક મળી હતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં બંને વાતચીત અને મસ્તી કરતાં જોવા મળ્યા. ક્લિપમાં જોઈ શકાય છે કે, ફહમાન સુમ્બુલનું સ્વાગત કરે છે અને રિયાલિટી શોનો અનુભવ પૂછે છે. જેના જવાબમાં તે જર્ની સારી રહે તેમ કહે છે. ત્યારબાદ તે અગાઉ તેણે કરેલી વાતનું પુનરાવર્તન કરે છે અને કહે છે ‘જીત કે આના, અગર નહીં જીતેગી તો જલ્દી મિલેંગે’. સુમ્બુલ આ વાત કહેવા માટે તેની મજાક ઉડાવે છે અને કહે છે ‘તારા મેનિફેસ્ટિનેશનના ચક્કરમાં હું પહેલા બહાર થઈ ગઈ. તને જલ્દી મળી ગઈ’. આ વીડિયોના કેપ્શનમાં એક્ટરે લખ્યું છે ‘જીત કે આના, અગર નહીં જીતેગી તો જલ્દી મિલેંગે. મિલ ગઈ જલ્દી ઔર જીત ભી ગઈ, લોગો કા દિલ. વીડિયો પર કોમેન્ટ કરતાં સુમ્બુલ તૌકીરે લખ્યું છે

‘ખુશી થઈ રહી હતી’ તો કંવર ધિલ્લોને રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. આ સિવાય એક ફેને લખ્યું છે ‘આ બંનેને કોઈની નજર ન લાગે’. ફહમાને જે ટીશર્ટ પહેરી છે તે તેણે સુમ્બુલને ગિફ્ટમાં આપી હતી. ત્યારે કેટલાક ફેને તેણે તે પરત માગી હોવાનો ઉલ્લેખ કર્યો છે. એક ફેને લખ્યું છે ‘તમારા બંનેની જોડી કેટલી સરસ છે. તમે બંને હવે જલ્દી લગ્ન કરી લો’. કેટલાક ફેને બંનેને ફરી એકવાર સાથે જોઈને ખુશી વ્યક્ત કરી છે. કેટલાક ફેન્સે રેડ હાર્ટ અને ફાયર ઈમોજી ડ્રોપ કરતાં#Sumaanનો ઉપયોગ કર્યો છે. બિગ બોસ ૧૬ના ઘરમાંથી બહાર થયા બાદ સુમ્બુલ તૌકીર જ્યારે ઘરે આવી તો પરિવાર દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેની ઝલક દેખાડતી તસવીરો શેર કરતાં તેણે લખ્યું હતું ‘સ્પીચલેસ… મારા તમામ લોકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતી આ નોટ લખતી વખતે મારી આંખમાં આંસુ આવી ગયા.

હું મારા પરિવારને છોડીને ઘરમાં ગઈ પરંતુ જ્યારે બહાર આવી તો જોયું કે મારો પરિવાર તો મોટો થઈ ગયો છે. આ તેવી જર્ની હતી જેના વિશે મેં કલ્પના નહોતી કરી અને તે હંમેશા માટેના શ્રેષ્ઠ અનુભવમાં ફેરવાઈ ગઈ. મિત્રો અને પરિવારના સપોર્ટ વગર આ જર્ની શકય જ ન હોત. મને જે અનુભવ મળ્યો છે તેનાથી તમને બધાને ગર્વનો અનુભવ થાય તેવું કામ કરવાના પ્રયાસો કરીશ. મારી બિગ બોસની જર્ની અહીંયા પૂરી થાય છે, પરંતુ મારી અસલી જર્ની આજથી શરૂ થાય છે. તમારા સપોર્ટ અને પ્રેમની મદદથી હું ટ્રોફી કરતાં પણ વધારે કંઈક મેળવીશ કારણકે તમારો પ્રેમ મારા માટે જીતથી ઓછો નથી. નિસ્વાર્થ ભાવે સપોર્ટ આપવા માટે આભાર. તમારીસુમ્બુલ’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.