
૧૭ વર્ષ નાના એક્ટર સાથે જેકી શ્રોફની પત્નીનુ એક્સ્ટ્રા મેરિટલ અફેર
મુંબઈ, જેકી શ્રોફને બૉલિવુડના દિગ્ગજ અભિનેતા કહેવામાં આવે છે અને તેમણે ઈન્ડસ્ટ્રીમાં ઘણી શાનદાર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે અને એક સમય એવો હતો જ્યારે તેમની પાસે તેની સ્કૂલની ફી ભરવા માટે પણ પૈસા નહોતા. પરંતુ આજે તે બોલિવૂડનો સુપરસ્ટાર ગણાય છે. પોતાના અભિનયથી તેમણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ નામ બનાવ્યું. જેકી શ્રોફે આયેશા શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષ ૨૦૦૯ દરમિયાન તેમની પત્ની આયેશાનું તેના કરતા ૧૭ વર્ષ નાના અભિનેતા અને મોડલ સાહિલ સાથે અફેર સામે આવ્યું હતું.
બ્રેકઅપ બાદ સાહિલે ખુલાસો કર્યો હતો કે તે મને મોંઘી ગિફ્ટ્સ અને હોલિડે પર ખર્ચેલા પૈસા પરત કરવા કહેતી હતી. પરંતુ આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે આયેશાએ સાહિલને ગે કહ્યો. જોકે, બાદમાં આ મામલો સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે સાહિલ ખાન વર્ષ ૨૦ટ્વ૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની કારકિર્દીમાં માત્ર પાંચ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૦૯માં, આયેશા શ્રોફ એટલે કે ટાઈગર શ્રોફની માતાના પોતાનાથી ૧૭ વર્ષ નાના અભિનેતા સાથેના કથિત સંબંધો પ્રકાશમાં આવ્યા. વાસ્તવમાં એક પ્રોડક્શન કંપનીમાં જોઈન્ટ વેન્ચરના સમયે બંનેનું અફેર શરૂ થઈ ગયું હતું.
પરંતુ આ મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે આયેશાએ ૨૦૧૪માં સાહિલ સામે કેસ કર્યો હતો. સાહિલના વકીલે કોર્ટમાં આયેશા અને તેની ઈન્ટિમેટ તસવીરો પણ રજૂ કરી હતી. આ તસવીરો દરમિયાન બંને વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. બાદમાં આયેશાએ તે તસવીરો અને અફવાઓને નકારી કાઢી હતી અને સાહિલને ગે કહ્યો હતો. આયેશા શ્રોફની વાત કરીએ તો તે એક મોડલ અને એક્ટ્રેસ છે. આ સિવાય તેણે વર્ષ ૧૯૮૪માં મોહનીશ બહલ સાથે તેરી બાહોમે ફિલ્મમાં કામ કર્યું હતું. બાદમાં, ૫ જૂન, ૧૯૮૭ના રોજ, તેણે તેના લાંબા સમયના બૉયફ્રેન્ડ જેકી શ્રોફ સાથે લગ્ન કર્યા. બાદમાં અભિનય છોડી દીધો અને ફિલ્મ નિર્માતા બની.