કરણે ફિલ્મમાંથી હાંકી કાઢયો તેમ છતાં કાર્તિકે સેવી રાખ્યું છે મૌન

ફિલ્મી દુનિયા

મુંબઈ, જ્યારે કરણ જોહરની ફિલ્મ દોસ્તાના ૨માંથી કાર્તિક આર્યનને એકાએક નીકાળવામાં આવ્યો તો ફિલ્મ જગતમાં ખૂબ ચર્ચા શરુ થઈ ગઈ હતી. જાતજાતની અટકળો લગાવવામાં આવતી હતી. લોકો જાણવાનો પ્રયત્ન કરતા હતા કે આખરે એવુ તો શું થયું કે કાસ્ટમાં બદલાવ કરવામાં આવ્યો. કાર્તિક આર્યનનું નામ ફિલ્મ માટે સત્તાવાર ધોરણે જાહેર કરવામાં આવ્યુ હતું અને તેણે અમુક ભાગ શૂટ પણ કરી લીધો હતો. અને પછી સમાચાર સામે આવ્યા કે અભિનેતા હવે આ ફિલ્મનો ભાગ નથી. એક અટકળ એવી હતી કે કાર્તિક આર્યન અને કરણ જોહર વચ્ચે કોઈ બાબતે મતભેદ થયા છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો કે કાર્તિકનું વર્તન અનપ્રોફેશનલ છે માટે તેને નીકાળી દેવામાં આવ્યો છે. સમગ્ર વિવાદમાં કાર્તિક આર્યન અથવા કરણ જોહર તરફથી કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું. તેમણે અત્યાર સુધી મૌન જાળવી રાખ્યું છે. તાજેતરમાં એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં કાર્તિક આર્યનને ફરી એકવાર આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો. કાર્તિક આર્યને આ વખતે પણ અસલ કારણ નથી જણાવ્યું પણ એક ઘણી મહત્વની વાત કહી ગયો. કાર્તિકે કહ્યું- ઘણીવાર આવી સ્થિતિ બની જાય છે. મેં આ વિશે પહેલા પણ કયારેય વાત નથી કરી. હું મારા મમ્મીએ શીખવાડેલી એક વાત પર વિશ્વાસ રાખુ છું અને તે મારા મૂલ્યો પણ છે. જ્યારે પણ બે લોકો વચ્ચે મતભેદ હોય તો નાનાએ વડીલો વિશે કંઈ જ ના બોલવું જોઈએ. હું તે વાતને ફૉલો કરુ છું.

કાર્તિકે આગળ જણાવ્યું કે, દોસ્તાના ૨ના શૂટિંગમાં દોઢ વર્ષનો ગેપ આવી ગયો હતો અને આ દરમિયાન સ્ક્રિપ્ટમાં પહેલાથી નક્કી કરવામાં આવેલા અમુક બદલાવ કરવામાં આવ્યા, જે શકય નહોતા બન્યા. જો કે કાર્તિક આર્યને જણાવ્યું કે, મારા અને કરણ જોહર વચ્ચે સારા સંબંધ છે. ફિલ્મ શહેઝાદાનું ટ્રેલર રીલિઝ થયું ત્યારે કરણ જોહરે અભિનેતાને શુભકામનાઓ પણ પાઠવી હતી અને વખાણ પણ કર્યા હતા. કાર્તિક આર્યને સલમાન ખાને આપેલી એક સલાહનો પણ ઉલ્લેખ કર્યો હતો. સલમાન ખાને કાર્તિક આર્યનને કહ્યુ હતું કે, જ્યારે બધી ફિલ્મો હિટ થતી હોય અને તમારી પણ ત્યારે હિટ થાય તો મજા નથી આવતી. પરંતુ જ્યારે તમામ લોકોની ફિલ્મો ફ્લોપ થઈ રહી હોય અને તેવામાં જો તમારી હિટ થાય તો હિસ્ટ્રી બની જાય છે. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો કાર્તિક આર્યન હવે ફિલ્મ શહેઝાદામાં જોવા મળશે. આ ફિલ્મ અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મની હિન્દી રિમેક છે. ૧૦ ફેબ્રુઆરીના રોજ ફિલ્મ રીલિઝ થવાની છે. ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે કૃતિ સેનન, મનિષા કોઈરાલા, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને રોનિત રૉય સહિત અનેક એક્ટર્સ જોવા મળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.