
ઇશા ગુપ્તાએ બ્રાલેસ થઇને પહેર્યો ન દેખાવાનું દેખાય એવો ડ્રેસ
મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા તેની બોલ્ડનેસ માટે ઘણી ફેમસ છે. ફિલ્મો કરતાં પણ તે એક યા બીજા હોટ ફોટોશૂટ કે વીડિયો માટે ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવી રહ્યો છે, જેમાં તે ખૂબ જ હોટ અને બોલ્ડ જોવા મળી રહી છે. જો કે, આ વખતે પણ ઘણા લોકોને તેનો બોલ્ડ લુક પસંદ નથી આવ્યો, જેના કારણે તે ખૂબ જ ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સે તેને અરીસામાં જોવા માટે કહ્યું છે. આગળ જાણો શું છે મામલો.
ઇશા ગુપ્તાને હાલમાં જ એક વ્હાઇટ મિડી સી-થ્રુ બોડીકોન ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરિયાન તે બ્રાલેસ જોવા મળી હતી. તેનો ડ્રેસ ખૂબ જ રિવીલિંગ હતો. તેનો આ વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમાં તે ફેન્સ સાથે ફોટો ક્લિક કરાવતી જોવા મળી અને તેની સાથે કેટલાંકે સેલ્ફી પણ ક્લિક કરાવી. વીરલ ભયાનીએ આ વીડિયો પોસ્ટ કર્યો છે જે જોતજોતામાં વાયરલ થઇ ગયો છે. ઈશા આ ડ્રેસમાં પોતાનું સેક્સી ફિગર ફ્લોન્ટ કરી રહી હતી, પરંતુ આના કારણે ઘણા નેટીઝન્સ નારાજ થઈ ગયા.
લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘બહાર જતા પહેલા તમે અરીસો નથી જોતા?’ અન્ય યુઝરે કહ્યું, ‘અરે દીદી, કંઈક તો શરમ કરો. ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના ફેન્સમાં ચર્ચામાં રહેવા માટે અવારનવાર રસપ્રદ પોસ્ટ શેર કરતી જોવા મળે છે. તેની દરેક પોસ્ટ ઘણી ચર્ચામાં રહે છે. જણાવી દઇએ કે, તે બોલ્ડ વેબ સિરીઝ ‘આશ્રમ ૩’ માં ખૂબ જ ગ્લેમરસ રોલમાં જોવા મળી હતી. આ સિરીઝમાં તેણે બોબી દેઓલ સાથે ઘણા ઇન્ટીમેટ સીન્સ પણ આપ્યા હતા, જે આખા મહિના દરમિયાન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યા હતા.