
બોલ્ડનેસની હદ પાર કરનારી દિશા પટનીએ કરી મારામારી
મુંબઈ, બોલિવૂડની ઘણી હસીનાઓ અવારનવાર ફીટનેસ વીડિયો શેર કરીને લોકોને એક્સરસાઈઝ માટે પ્રોત્સાહિત કરતી રહે છે. દિશા પટનીનું નામ પણ બોલિવૂડની તે એક્ટ્રેસમાંથી જ એક છે. હાલમાં જ એક્ટ્રેસે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે બોલિવૂડ એક્ટ્રેસને કિક બોક્સિંગ કરતા જોઈ શકો છો.
પોતાના અફેર્સ અને બ્રેકઅપના કારણે ચર્ચામાં રહેનારી બોલિવૂડની આ હસીના કયારેકને કયારેક પોતાની ફિટનેસને લઈને પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો ખૂબ જ વાયરલ થતો જોવા મળી રહ્યો છે. દિશા પટનીને આ રીતે એક્શન કરતા જોઈ ઘણાં લોકોની આંખો પહોળી રહી ગઈ છે.
આ વીડિયોમાં દિશા ખૂબ જ શાનદાર કિક બોક્સિંગ કરી રહી છે. આ વીડિયોમાં છેલ્લે દિશા સામેની વ્યક્તિને ખૂબ જ શાનદાર રીતે પછાડતા જોવા મળી રહી છે. આ વીડિયોમાં દિશાની કિક ફાઈટિંગથી સૌ કોઈ ચોંકી ગયા છે.