
દિલીપ જોશી જેઠાલાલ બનીને ટીવી ઈન્ડસ્ટ્રી પર રાજ કરે છે
મુંબઈ, ટીવીના સૌથી જૂના શોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી પોતાની ઓળખ બનાવનાર દીલિપ જોશીને લોકો જેઠાલાલના નામથી પણ ઓળખે છે. આજે એક્ટર પોતાનો ૫૪મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારબાદ તેણે ઘણાં ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યુ છે. જેમાં ‘બાપૂ તમે કમાલ કરી’ જેવા નાટકોનો સમાવેશ થાય છે.
આ સવાય તેણે દુનિયા હે રંગીન અને કયા બાત હૈ’માં પણ કામ કર્યુ છે. જેમાં તેણે ભારતીય પાત્ર ભજવ્યુ હતું. ત્યારબાદ તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને સલમાન ખાનની શાનદાર ફિલ્મોમાંથી એક ‘હમ આપકે હૈ કોન’માં જોવા મળ્યો હતો. દિલીપ જોશી ટીવીના સૌથી ફેમસ એક્ટરમાંથી એક છે અને આજે તેમને કોઈ ઓળખની જરુર નથી. દિલીપ જોશીએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ૧૯૮૯માં આવેલી સલમાન ખાનની પહેલી લીડ રોલ ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી કરી હતી.
એક્ટરને પોતાની શાનદાર એક્ટિંગ અને પરફોર્મન્સનાં કારણે ઘણાં એવોર્ડ પણ મળ્યા છે. જેમાં પાંચ ટેલી એવોર્ડ અને ત્રણ ITA એવોર્ડ પણ સામેલ છે. નાેંધનીય છે કે, દિલીપ જોશી છેલ્લા ૧૫ વર્ષોથી જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. ‘તારક મહેતા…’ સિવાય દિલીપ જોશીએ અન્ય પણ બીજા શોમાં કામ કરેલું છે. જેમાં ‘કભી યે કભી વો’, ‘હમ સબ બારાતી’, ‘હમ સબ એક હૈ’, ‘શુભ મંગલ સાવધાન’, ‘કયા બાત હૈ’, ‘દાલ મેં કાલા’, ‘મેરી બીવી વન્ડરફુલ’ જેવા શો પણ સામેલ છે. એક્ટરની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે જયમાલા જોશી સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો પણ છે.