DID Super Moms ૩માં મજૂરી કામ કરનારી વર્ષાની વિનર

ફિલ્મી દુનિયા

મુંબઈ, ત્રણ મહિનાની નોન-સ્ટોપ સ્પર્ધા, સખત મહેનત અને મનોરંજન બાદ ડ્ઢૈંડ્ઢ સુપર મોમ્સ સીઝન ૩ને આખરે હરિયાણાની વર્ષા બુમરાહ તરીકે વિજેતા મળી ગઈ છે. હરિયાણામાં તે તેના પતિ સાથે કન્ટ્રક્શન સાઈટ પર દૈનિક વેતન કામદાર તરીકે કામ કરે છે. વર્ષા ડાન્સ પ્રત્યે હંમેશા ઉત્સાહી રહી છે અને પતિની મદદ તેમજ સપોર્ટના કારણે તે રિયાલિટી શોમાં ભાગ લઈ શકી હતી અને લેટેસ્ટ સીઝનની વિનર પણ બની. ૧૭ વર્ષની ઉંમરે લગ્ન કરનારી વર્ષાને ૫ વર્ષનો દીકરો છે અને તે તેના જીવનમાં બધું શ્રેષ્ઠ આપવા માગે છે.

અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં, વર્ષા ટાઈટલ જીતવા અંગે ખુશી વ્યક્ત કરી હતી, સાથે જ DID સુપર મોમ્સ સીઝન ૩માં તેની જર્ની તેમજ ૭.૫ લાખની ઈનામી રકમથી તે શું કરે તે પણ જણાવ્યું હતું. હું ખુશ છું. મારો આખો પરિવાર ખુશ છે. મારા જીવનમાં આવું કંઈક મેળવી શકીશ અને અહીંયા સુધી પહોંચીશ તેવી કલ્પના મેં ક્યારેય કરી નહોતી. મારા પતિ અને મારો દીકરો ખૂબ જ ખુશ છે. તેણે અહીંયા જે જાેયું તે પહેલા ક્યારેય ન જાેયું હોવાથી એ ખુશ હતો. અમારા માટે બધું નવું હતું અને અહીંયા અમને જે પ્રેમ અને ખુશી મળી હતી તે જીવનમાં અત્યારસુધી મળી નથી.

અમારા ગામમાં બધા ખુશ છે, બધા મને ફોન કરી રહ્યા છે અને અભિનંદન પાઠવી રહ્યા છે. તેઓ મને કહે છે કે, મેં તેમને ગર્વ અપાવ્યો છે, હરિયાણા અને મારા ગામનું નામ રોશન કર્યું છે’, તેમ તેણે કહ્યું હતું. વિજેતા તરીકે જ્યારે તેનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે દીકરાનું રિએક્શન કેવું હતું તેના વિશે વાત કરતાં વર્ષાએ કહ્યું હતું કે ‘મારો દીકરો મારા કરતાં વધુ ખુશ હતો અને જે ક્ષણે મારું નામ જાહેર થયું ત્યારે તેણે સ્ટેજ પર ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે મને કહ્યું હતું કે ‘મેં તને કહ્યું હતું ને કે તું જ શો જીતીશ”. તેણે ઉમેર્યું હતું કે ‘હું મારી જર્નીને જીવનમાં બનેલી સૌથી સુંદર બાબત તરીકે વર્ણવીશ.

ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપરમોમ્સમાં મને મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણો જીવવા મળી. DID સુપર મોમ્સે તેનું જીવન બદલી નાખ્યું હોવાનું વર્ષાએ કહ્યું હતું તેમજ તેમણે જે સમસ્યાઓનો સામનો કર્યો તે હવે તેના દીકરાએ નહીં કરવો પડે તેમ તેણે ઉમેર્યું હતું. ‘હું હંમેશા મારા દીકરાને જીવનમાં શ્રેષ્ઠ આપવા માગતી હતી અને ઘણીવાર વિચારતી હતી કે, હું કેવી રીતે સક્ષમ થઈશ. હું કંઈક કરી શકી તેની મને ખુશી છે. હું DID સુપર મોમ્સ ૩ની વિનર છું. હું ખુશ છું કે, મારા દીકરાને સારું જીવન આપી શકું છું.

મને ખુશી છે કે તેના માટે કંઈક કરી શકી’. ઈનામી રકમને કેવી રીતે ખર્ચશે તેના પર વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘હું રકમને મારા દીકરાના જીવન પાછળ ખર્ચીશ, તેને સારું ભણતર આપીશ. જાે એમાથી કંઈ બચ્યું તો અમારા જીવન પાછળ વાપરીશ. હું મારા દીકરા માટે ઘર ખરીદવાનું સપનું ધરાવતી હતી કારણ કે અમારી પાસે પોતાનું ઘર નથી’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.