ફિલ્મ કરાચી ટુ નોઈડાનું ધાંસુ ટ્રેલર રિલીઝ થયું

ફિલ્મી દુનિયા

મુંબઈ, પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરના જીવન પર બની રહેલી ફિલ્મ ‘કરાચી ટુ નોઈડા’નું ટ્રેલર હવે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સીમાના પાત્રનું નામ સાયમા હૈદર જોવા મળે છે. જે ઇછઉ એજન્ટની ભૂમિકા ભજવી રહી છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યું છે. જેણે હવે ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કરાચી ટુ નોઈડા’ સીમા હૈદર અને સચિન મીણાની લવ સ્ટોરી પર આધારિત ફિલ્મ છે. જેના ટ્રેલરે લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. આ જ કારણ છે કે થોડા જ કલાકોમાં ટ્રેલરને હજારો વ્યુઝ મળ્યા છે. નિર્માતા અમિત જાની દ્વારા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.

તેનું નિર્દેશન જયંત સિન્હાએ કર્યું છે. જેમાં સીમા હૈદર ઇછઉ એજન્ટનો રોલ કરતી જોવા મળી હતી. પાકિસ્તાનને આ વાતની જાણ થાય છે અને ત્યાં ભારે હોબાળો મચી જાય છે. પરંતુ આ ઘટસ્ફોટ પહેલા સીમા ભારત પાછી આવી જાય છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ફરહીન ફલર સીમા હૈદરનો રોલ કરી રહી છે. તો બીજી તરફ આદિત્ય રાઘવ સચિન મીણાના રોલમાં જોવા મળી રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં તમે ‘ગદર ૨’ના મેજર મલિક રોહિત ચૌધરી પણ જોવા મળશે.

જે તેમાં કરાચી પોલીસ કમિશનરની ભૂમિકા ભજવી રહ્યો છે. મનોજ બક્ષી પાક આર્મી ઓફિસરની ભૂમિકામાં છે. તમને જણાવી દઈએ કે સીમા હૈદર એ પાકિસ્તાનની મહિલા છે, જે તેના પ્રેમી સચિન મીણાને મળવા નેપાળ થઈને ભારત આવી હતી. ઁેંમ્ય્ ગેમ રમતી વખતે બંને મિત્રો બની ગયા હતા. અહીંથી જ તેમનો પ્રેમ ખીલ્યો અને સીમા કરાચીથી નોઈડા આવી. તમને જણાવી દઈએ કે હવે બંને લગ્ન કરીને નોઈડામાં સાથે રહે છે. તમને જણાવી દઈએ કે, સીમા હૈદરને લઈને ભારતમાં ઘણો હોબાળો મચ્યો હતો. ઘણા લોકોએ તેમનો વિરોધ પણ કર્યો હતો. તો કેટલાક લોકો તેમના સમર્થનમાં પણ આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.