સાડીમાં દીપિકા સિંહનો જોવા મળ્યો આગવો ઠાઠ

ફિલ્મી દુનિયા

મુંબઈ, દીપિકા સિંહ ટીવી જગતના સુપરહિટ શોમાં સમાવિષ્ટ સિરિયલ દિયા ઔર બાતીથી તે ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે. દીપિકાનો અભિનય એટલો જોરદાર હતો કે ઘણા લોકો તેના દિવાના બની ગયા હતા. દિયા ઔર બાતી સિરિયલની સંધ્યા બિંદડી એટલે કે દીપિકા સિંહ આજે ઘર ઘરમાં ફેમસ છે. ૨૬ જુલાઈ ૧૯૮૯ના રોજ દિલ્હીમાં જન્મેલી દીપિકા સિંહને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીમાં જ કર્યું હતું.

આ પછી તેઓ મેનેજમેન્ટ કોર્સ કરવા પંજાબ ટેકનિકલ યુનિવર્સિટી ગઈ. દીપિકાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હોવા છતાં તેનું મન અભિનયની દુનિયા તરફ ખેંચાઈ ગયું અને તેણે ટીવી સિરિયલ દિયા ઔર બાતી હમથી નાના પડદાની દુનિયામાં પ્રવેશ કર્યો. આ સિરિયલમાં સંધ્યા કોઠારીનું પાત્ર ભજવીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ હતી.

આ પછી તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. દીપિકા સિંહે ૨૦૧૧માં ‘દીયા ઔર બાતી હમ’થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં સંધ્યાના પાત્રથી તે પોપ્યુલર થઈ હતી. સૂરજ રાઠી ઉર્ફે અનસ રાશિદ સાથેની તેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.