
લગ્નના ચાર વર્ષ બાદ માતા બનશે દીપિકા પાદુકોણ!
મુંબઈ, દીપિકા છેલ્લા ૧૬ વર્ષથી બૉલીવુડમાં ખુબ સારું કામ કરી રહી છે. દીપિકાએ અમિતાભથી લઇ શાહરુખ સુધી આમ બધા મોટા એક્ટર્સ સાથે કામ કર્યું છે. દીપિકા પાદુકોણ માટે વર્ષ ૨૦૨૩ ખુબ ખાસ હોઈ શકે છે. જો દીપિકા પોતાના ૧૦ વર્ષ પહેલા બનાવેલ પ્લાન મુજબ ચાલી રહી છે તો આ વર્ષે દીપિકાના ઘરમાં નાના બાળકનું આગમન થઇ શકે છે. દીપિકાએ ૧૦ વર્ષ પહેલા ૨૦૨૩માં રાજીવ મસંદને આપેલ ઇન્ટરવ્યૂમાં ૧૦ વર્ષનો પ્લાન જણાવ્યો હતો.
જેમાં દીપિકાએ બાળકો સાથે હસતો-રમતો પરિવાર હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. વર્ષ ૨૦૧૩માં રાજીવ મસંદના કાર્યક્રમ રાઉન્ડટેબલમાં પહોંચેલી દીપિકા પાદુકોણને જ્યારે રાજીવે પૂછયું કે આગામી ૧૦ વર્ષ માટે તમારો શું પ્લાન છે. આના જવાબમાં દીપિકાએ કહ્યું હતું કે, જો મેં અભિનયની દુનિયામાં પ્રવેશ ન કર્યો હોત તો મને ખબર નથી કે હું શું કરી રહી હોત. પરંતુ આશા છે કે ૧૦ વર્ષમાં મારા બાળકો હશે, જેમને હું શૂટ પર લઇ જઈશ. મારો એક નાનો હસતો પરિવાર હશે. આ સાથે અભિનયનું કામ પણ ચાલુ રાખીશ. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નને ૪ વર્ષ પૂર્ણ થયા છે.
બંનેએ ૧૪ નવેમ્બર ૨૦૧૮ના રોજ ઈટાલીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા. હવે લગ્ન બાદ દીપિકા અને રણવીર સિંહના ફેન્સ ખુશખબરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે જ સમયે, દીપિકાનો એક્સ બોયફ્રેન્ડ અને આલિયા ભટ્ટનો પતિ રણબીર કપૂર પણ આ વર્ષે પિતા બન્યો છે. બીજી તરફ, જો દીપિકા પણ તેના પ્લાન પ્રમાણે ચાલે છે તો આ વર્ષે ચાહકોને સારા સમાચાર મળી શકે છે. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. બંનેની જોડી પર ચાહકોનો પ્રેમ ભરપૂર છે.