દીપિકા અને શોએબ પેરેન્ટ્સ બનવા માટે ખૂબ ઉત્સાહિત છે

ફિલ્મી દુનિયા

મુંબઈ, ટેલિવિઝનની સૌથી પોપ્યુલર એક્ટ્રેસ પૈકીની એક દીપિકા કક્કર જલ્દી જ જિંદગીના નવા તબક્કામાં પ્રવેશ કરવાની છે. દીપિકા અને એક્ટર પતિ શોએબ ઈબ્રાહિમ પેરેન્ટ્સ બનવાના છે. દીપિકા અને શોએબના ઘરે લગ્નના ચાર વર્ષ બાદ પારણું બંધાવાનું છે. દીપિકા અને શોએબે સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાય દિવસોથી અટકળો લાગી રહી હતી કે, દીપિકા કક્કર પ્રેગ્નેન્ટ છે અને આખરે એક્ટ્રેસે આ વાતનો ખુલાસો કરી દીધો છે.

દીપિકા અને શોએબે ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર શેર કરી છે. જેમાં બંનેની પીઠ જોવા મળી રહી છે. શોએબ અને દીપિકાએ વ્હાઈટ રંગના આઉટફિટ પહેર્યા છે. બંનેએ કેપ પહેરી છે અને તેના પર મોમ-ટુ-બી અને ડેડ-ટુ-બી લખેલું છે. આ તસવીર શેર કરતાં કપલે લખ્યું, *અમારા દિલમાં કૃતજ્ઞતા, ખુશી, ઉત્સાહ અને નર્વસનેસ સાથે અમે આ ન્યૂઝ તમારા સૌ સાથે શેર કરી રહ્યા છીએ. આ અમારી જિંદગીનો સૌથી સુંદર તબક્કો છે. હા, અમારું પહેલું બાળક જન્મ લેવાનું છે. જલ્દી જ અમે પેરેન્ટ્સ બનવાના છીએ. અમારા નાનકડા બાળક માટે તમારા સૌના પ્રેમ અને દુઆની જરૂર છે.*

દીપિકા અને શોએબે આ ન્યૂઝ શેર કરતાં જ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. દીપિકાની નણંદ સબા સહિત ચારુ અસોપા, શિરીન મિર્ઝા, જસલીન મથારુ જેવા કેટલાય સેલેબ્સ અને ફેન્સે કપલને અભિનંદન પાઠવ્યા હતા. દીપિકા અને શોએબની મુલાકાત સીરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર થઈ હતી. કપલે ૨૦૧૮માં લગ્ન કર્યા હતા. ૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કપલના લગ્નને પાંચ વર્ષ થશે ત્યારે એનિવર્સરીના એક મહિના પહેલા જ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે.

થોડા મહિના પહેલા જ શોએબ ઈબ્રાહિમની બહેન સબાના લગ્ન થયા હતા. દીપિકા વ્લોગ દ્વારા પોતાના જીવનની મહત્વની ઘટનાઓ દર્શાવતી રહે છે. ત્યારે સબાના લગ્નના પ્રસંગો પણ તેણે દર્શાવ્યા હતા. જોકે, તે પછીથી દીપિકા થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર થઈ ગઈ હતી. દીપિકા પ્રેગ્નેન્ટ હોવાની અટકળો છેલ્લા થોડા દિવસોથી ચાલી રહી હતી. ત્યારે હવે તેમણે પ્રેગ્નેન્સીનો ખુલાસો કરી જ દીધો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.