લગ્નના બે જ મહિનામાં પતિની હરકતથી પરેશાન થઈ દલજીત કૌર

ફિલ્મી દુનિયા

મુંબઈ, જ્યારે એકવાર લગ્નજીવન તૂટે છે ત્યારે ખાસ કરીને મહિલાઓ બીજીવાર બંધનમાં બંધાવાથી ડરે છે. પરંતુ દલજીત કૌરનો કિસ્સો કંઈક અલગ છે. ડિવોર્સના આઠ વર્ષ બાદ આખરે તેને ‘મિ. રાઈટ’ મળ્યો, જેની સાથે તેણે સાત ફેરા પણ ફર્યા. આ ટીવી એક્ટ્રેસે ૧૮ માર્ચે યુકેના બિઝનેસમેન નિખિલ પટેલ સાથે મુંબઈના ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા.

બંનેના બાળકો પણ તેમના જીવનના આ ખાસ દિવસના સાક્ષી બન્યા હતા. નિખિલ સાથે દલજીતે લગ્ન કર્યા તેને બે મહિના જેટલો સમય થઈ ગયો છે અને તે કેન્યામાં સ્થાયી થઈ ગઈ છે. આ દરમિયાન તેણે એક્ટિંગ પણ છોડી દીધા છે. પતિ અવારનવાર કામથી બહાર રહે છે જ્યારે બાળકો સ્કૂલે જતાં રહે છે. તેવામાં આખો દિવસ ખાલી ઘર તેને ખાવા દોડે છે, આ વાતની ફરિયાદ તેણે જ હાલમાં કરી હતી. દલજીત કૌરે હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે વીડિયો શેર કર્યા હતા,

જેમાં તેણે કહ્યું હતું કે લગ્નને હજી બે જ મહિના થયા છે અને પતિ નિખિલ તેને સમય આપવાના બદલે બીજે જ કયાંક વ્યસ્ત છે. એક વીડિયોમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, નિખિલ કામના કારણે વધારે ટ્રાવેલ કરી રહ્યો છે અને પતિથી દૂર રહીને તે તેને ઘણો મિસ કરી રહી છે. ઘરમાં તેનો એકલા સમય જઈ રહ્યો નથી અને તેથી જ તે પેઈન્ટિંગ કરીને પોતાને વ્યસ્ત રાખી રહી છે. બીજો જે વીડિયો શેર કર્યો હતો તેમાં તે પતિનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ નિખિલ ફોનમાં વ્યસ્ત હતો.

દલજીતના મોટાભાગના વીડિયોમાં નિખિલ ફોનમાં જ લાગેલો જોવા મળે છે. જો કે, તે કામના કારણે ફોનમાં બિઝી રહેતો હોવાથી તેને કોઈ પરેશાની નથી. દલજીત કૌર લગ્ન બાદ તરત જ પતિ, દીકરી આરિયાના અને દીકરા જેડન સાથે કેન્યા શિફ્ટ થઈ છે. જેના કારણે તે સીરિયલોમાં કામ કરતી ભાગ્યે જ દેખાશે તેવું ફેન્સને લાગે છે. હાલમાં એક્ટ્રેસે ફેન્સ સાથે ઊ શ્ છ સેશન યોજ્યું હતું, જેમાં એક ફેનનો જવાબ આપતા તેણે ટીવીને અલવિદા કહ્યું હોવાની વાતની પુષ્ટિ કરી હતી. તેણે ઉમેર્યું હતું ‘હા મેં ટીવી સીરિયલોમાં કામ કરવાનું છોડી દીધું છે કારણ કે મેં લગ્ન કર્યા છે અને હું મારા પરિવારથી દૂર રહેવા માગતી નથી.

જો કોઈ વેબ શોની ઓફર મળી તો ચોક્કસથી કરીશ પરંતુ એક વર્ષ કે તેથી વધુ સમય માટે પરિવારથી દૂર રહેવું મારા માટે શકય નથી. હું મારા કરિયરને આગળ વધારવા તરફ જોઈ રહી છું. કામ તો કેન્યામાં પણ થઈ રહ્યું છે. હું ખૂબ જલ્દી મારા પ્રોડક્શન હાઉસ સાથે કંઈક અદ્દભુત કરવાની છું, પરંતુ દૈનિક ધારાવાહિક સીરિયલો મારા માટે શકય નથી. એક યૂઝરે તેઓ તેને ટીવી પર મિસ કરી રહ્યા હોવાનું કહ્યું હતું તેમજ આગામી પ્રોજેક્ટ વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેના પર દલજીતે કહ્યું હતું ‘હું પણ સીરિયલોને મિસ કરી રહ્યું છે, કારણ કે તેમા કામ કર્યાને ઘણો સમય થઈ ગયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.