લગ્નને બીજી તક આપવા જઈ રહી છે દલજીત કૌર

ફિલ્મી દુનિયા

મુંબઈ, દલજીત કૌર માર્ચ મહિનામાં યુકે સ્થિત નિખિલ પટેલ સાથે લગ્ન કરવાની છે. એક્ટ્રેસે નિક (જેને તે પ્રેમથી આ નામથી બોલાવે છે) સાથે પ્રેમમાં પડવા વિશે વાત કરી હતી આ સિવાય તેની સૌથી મોટી દીકરી આરિયાના (૧૩) સાથેના બોન્ડિંગ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. પરંતુ આ પૂરતું નથી! ગત વર્ષે સપ્ટેમ્બરમાં પહેલી મુલાકાત વખતે તેના નવ વર્ષના દીકરા જાયડને નિખિલને પપ્પા કહીને સંબોધ્યો ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ હતી.

જણાવી દઈએ કે, તેણે અગાઉ શાલિન ભનોત સાથે ૨૦૦૯માં લગ્ન કર્યા હતા. જો કે, તેમની વચ્ચે ખૂબ જ ખરાબ વિવાદ થયો હતો અને વાત ડિવોર્સ સુધી પહોંચી હતી. ૨૦૧૩માં બંનેના માર્ગ કાયમ માટે અલગ થઈ ગયા હતા. જો કે, શાલિન તેના દીકરા સાથે નિયમિત સંપર્કમાં રહે છે. વાતચીત કરતાં દલજીત કૌરે જણાવ્યું કે જાયડન તેની ઉંમર કરતાં ઘણો સમજણો છે. હું અગાઉ પણ કોઈને ડેટ કરી ચૂકી છું અને તે વખતે તેણે મને પૂછયું હતું કે, શું હું લગ્ન કરવા વિશે વિચારી રહી છું. તે હંમેશા પિતાનો પ્રેમ ઝંખે છે, પરંતુ તેને સારો પિતા મળે અને મને એક સારો પતિ મળે તેની ખાતરી કરવી મારે જરૂરી છે. કારણ કે, તે અમારા જીવનની સૌથી મહત્વની બાબત છે.

તે થોડા મહિના પહેલા નિકને પહેલીવાર મળ્યો ત્યારે તેણે પોતાની રીતે જ તેને પપ્પા કહીને સંબોધિત કર્યો હતો. તે સમયે હું એ વિચારીને થીજી ગઈ હતી કે નિક શું વિચારશે. કારણ કે, તે સમયે અમે લગ્ન વિશે વિચાર્યું નહોતું. જો કે, નિક તેની સાથે રમવા લાગ્યો હતો. જે દિવસે જાયડન તેને મળ્યો ત્યારે જ અમે જાણતા હતા કે અમે જીવનભર સાથે રહેવા માગીએ છીએ. નિખિલની દીકરી આરિયાના સાથે તારું બોન્ડિંગ કેવું છે તેમ પૂછતાં તેણે જણાવ્યું હતું કે ‘આરિયાના નામની સુંદર છોકરી મારી પાસે હોવાનો મને ગર્વ છે. તેની મમ્મીએ ખૂબ સારી રીતે તેનો ઉછેર કર્યો છે. તે ઘણી ટેલેન્ટેડ છે અને સારું સિંગિંગ પણ કરે છે. અમે દરેક મુદ્દા પર વાતચીત કરી શકીએ છીએ. હું હંમેશાથી ઈચ્છતી હતી કે મારે પણ એક દીકરી હોય અને મારી પ્રાર્થના ભગવાને સાંભળી લીધી છે. હું હજી તેની નાની દીકરી આનિકાને મળી નથી, જે આઠ વર્ષની છે’.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.