
વર્તમાનમાં મહેશ ભટ્ટની હાર્ટસર્જરી કરવામા આવી
બોલિવુડના પીઢ ફિલ્મસર્જક મહેશ ભટ્ટની વર્તમાનમાં હાર્ટસર્જરી કરવામાં આવી છે.જેમાં થોડા દિવસો પહેલા તેઓ હોસ્પિટલમાં ચેક કરાવવા ગયા હતા,ત્યારે તેમના હાર્ટમાં બ્લોકેજ જણાતાં તત્કાળ સર્જરીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.આ પહેલા હોસ્પિટલમાં તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી.તેમના હાર્ટમાં 70 ટકા બ્લોકેજ જણાયું હતુ તેમની વય તથા શારીરિક હાલત જોતાં તબીબોએ તત્કાળ એન્જિયોપ્લાસ્ટીનો નિર્ણય લીધો હતો.જેમાં મહેશ ભટ્ટના પુત્ર રાહુલના જણાવ્યા અનુસાર તેમની તબિયત સુધારા પર છે. તેઓ સારવાર પછી ઘરે પણ આવી ગયા છે. તેમણે ે હાલ ઘરેથી વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ પર કામ કરવાની પણ શરૂઆત પણ કરી દીધી છે. વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ 1920 હોરર ઓફ ધ હાર્ટ છે,જે તેની પુત્રી ક્રૃષ્ણા દિગ્દર્શન કરવાની છે.