વર્તમાનમા શાહરૂખે 7 વર્ષ બાદ આમિર ખાનનો રેકોર્ડ તોડ્યો

ફિલ્મી દુનિયા

પઠાન 8 દિવસમાં વિદેશોમાં સૌથી વધુ કમાણી કરતી હિન્દી ફિલ્મ બની ગઈ છે.આ ઉપરાંત ગઈકાલે 11માં દિવસની કમાણી સાથે પઠાન રૂ.400 કરોડ નેટ ક્લબમાં સામેલ થનાર પ્રથમ ફિલ્મ બની ગઈ છે.આ સાથે પઠાન ફિલ્મે આમિર ખાનની ફિલ્મ દંગલનો પણ રેકોર્ડને તોડી નાખ્યો છે.આ ફિલ્મે બાહુબલી-2 અને કેજીએફ 2ને પણ પછાડી દીધી છે.શાહરૂખની ફિલ્મ પઠાન બોક્સ ઓફિસ પર એક પછી એક રેકોર્ડ બનાવી રહી છે.જેણે ગઈકાલે 11માં દિવસે બોક્સ ઓફિસ પર લગભગ રૂ.21 થી 23 કરોડની કમાણી કરી છે.ત્યારે આ ફિલ્મે આમિર ખાનની ફિલ્મ દંગલ ફિલ્મના રૂ.387 કરોડના 7 વર્ષ જુના રેકોર્ડનેધ્વસ્ત કરી નાખ્યો છે.આ સાથે આ ફિલ્મ ભારતમાં બોલીવૂડની અત્યારસુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.શાહરૂખ આ પહેલા ફિલ્મ જીરોમાં અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યો હતો.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કરી શકી નહતી.આ સિવાય શાહરૂખ ખાનની આગામી ફિલ્મનું પોસ્ટર પણ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.