રુખ્સાર રહેમાનના બીજા લગ્નજીવનમાં પણ તિરાડ
મુંબઈ, એક્ટ્રેસ રુખ્સાર રહેમાન અને ફિલ્મ ડિરેક્ટર ફારુક કબીર ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. બંનેએ આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી અલગ રહેવાનું શરૂ કરી દીધું છે. એક્ટ્રેસના નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ‘રુખ્સાર માટે કેટલીક બાબતો એવી હતી જેમાં સમજૂતી થઈ શકે તેમ નહોતી અને જ્યારે તેને તે વિશે જાણ થઈ તો લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું હતું. હાલ તે માનસિક રીતે ઠીક નથી’, રુખ્સારે વાતચીતમાં આ ખબરની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ‘હા, અમે અલગ થઈ ગયા છે.
ફેબ્રુઆરીથી અમે અલગ રહીએ છીએ અને ડિવોર્સ લેવાના છીએ. હાલ અમારી પ્રક્રિયા ચાલી રહી છે અને વકીલો તેમા સામેલ છે. તેથી, હું આ વિશે વિગતવાર વાત નહીં કરી શકું. પીકે, ૮૩, ગોડ તુસ્સી ગ્રેટ હો તેમજ ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક સહિતની ફિલ્મોમાં જોવા મળેલી રુખ્સાર રહેમાને ડિવોર્સનો નિર્ણય ભાવનાત્મક રીતે ઘણો ખર્ચાળ હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેણે કહ્યું હતું કે ‘મારા માટે આ નિર્ણય લેવો સહેજ પર સરળ નહોતો. હું તેમા વધારે માહિતી આપવા માહતી હતી અને આ પાછળનું કારણ એ છે કે લગ્નજીવનના અંતને હું વધારે ખરાબ કરવા માગતી નથી’.
તો ખુદા હાફિઝ ફ્રેન્ચાઈઝીને ડિરેક્ટર કરનારા ફારુકે કહ્યું હતું કે ‘હું પ્રાઈવેટ પર્સન છું અને આ અમારી અંગત વાત છે. તેથી, હાલ હું તે વિશે વાત કરવા માગતો નથી. રિપોર્ટ પ્રમાણે, રુખ્સાર અને કબીર છેલ્લા કેટલાક મહિનાઓથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઘણીવાર ચર્ચા કર્યા બાદ પણ તેઓ તેમની વચ્ચેના મતભેદને પરસ્પર સમજૂતીથી પતાવી શકયા નથી. જે બાદ તેમણે પરિવારને પણ આમા સામેલ કર્યો અને ડિવોર્સનો નિર્ણય લીધો. બંનેના પરિવારના સભ્યો તેમના આ નિર્ણય વિશે જાણે છે. હકીકતમાં, તેઓ અંગે ચર્ચા કરવા માટે મળ્યા પણ હતા. બંનેના ડિવોર્સનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ દગા સહિતની અટકળો છે’.
સૂત્રોએ ઉમેર્યું હતું કે ‘રુખ્સારની દીકરી તેના પોતાના કરિયરમાં વ્યસ્ત છે અને તે પણ તેના કરિયર પર ફોકસ કરવા માગે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે લો પ્રોફાઈલ રહે છે પરંતુ તે મજબૂત મહિલા છે અને હંમેશા વિકસવાનો પ્રયાસ કરે છે. રુખ્સાર અને ફારુકના લગ્ન માર્ચ ૨૦૧૦માં પ્રાઈવેટ સેરેમનીમાં થયા હતા. આ પહેલા તેમણે છ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. ગત વર્ષે બંનેએ ‘ખુદા હાફિઝ ૨’માં પહેલીવાર સાથે કામ કર્યું હતું. રુખ્સારે પહેલા અસદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા.
રુખ્સાર અને અસદ ૨૭ વર્ષીય દીકરી આયશા અહેમદના કો-પેરેન્ટ્સ છે, જે પણ ઓટીટી પ્લેટફોર્મ પર જાણીતી એક્ટ્રેસ છે. જણાવી દઈએ કે, રુખ્સાર રહેમાને ફિલ્મો સિવાય મરિયન ખાન રિપોર્િંટગ લાઈવ, ભાસ્કર ભારતી, ડ્રિમગર્લઃ એક લડકી દિવાની સી, કુછ તો લોગ કહેંગે અને હક સે જેવા શોમાં પણ કામ કર્યું છે.