
કોમેડિયન અને અભિનેતા મનીષ પોલ ઓટીટીમાં ડેબ્યૂ કરશે
કોમેડિયન અને અભિનેતા મનીષ પોલ ઓટીટી ડેબ્યૂ કરી રહ્યો છે.ત્યારે તેની વેબસિરીઝ રફુચક્કરનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે.આ વેબ સિરીઝ કોન ડ્રામા પર આધારિત છે.જેમા મનીષ પોલ ઠગના રોલમાં જોવા મળશે.જે અલગ-અલગ વેશમાં લોકોને પોતાની જાળમાં ફસાવે છે અને પછી તેમની સાથે છેતરપિંડી કરે છે.ટીઝરમાં દર્શાવાયેલા તેના અલગ-અલગ લુક્સને ચાહકો પસંદ કરી રહ્યા છે.સિરીઝ રફુચક્કરમાં મનીષ પોલ 5 અલગ-અલગ પાત્રોમાં જોવા મળશે.આ તમામ લુકમાં તેને ઓળખવો મુશ્કેલ થશે.ક્યારેક તે ફિટનેસ એક્સપર્ટ તો ક્યારેક વેડિંગ પ્લાનરના રોલમાં જોવા મળી રહ્યો છે.તેના સિવાય આ સિરીઝમાં પ્રિયા બાપટ અને સુશાંત સિંહ પણ જોવા મળશે.જેનુ શૂટિંગ નૈનીતાલ તેમજ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં થયુ છે.વેબ સિરીઝ રફુચક્કરને રીતમ શ્રીવાસ્તવે ડાયરેક્ટ કરી રહ્યા છે.