શત્રુઘ્ને એક્સ ગર્લફ્રેન્ડને મદદ કરવા છેક પાક. સુધી જોડયો ફોન

ફિલ્મી દુનિયા

મુંબઈ, રીના રોયના બોલિવૂડની જાણીતી અભિનેત્રી છે તેના જીવન સાથે જોડાયેલી ઘણી દર્દનાક વાતો છે. તેણે પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો અને અંતે તેણે બોલિવૂડને અલવિદા કહી દીધું. બોલિવૂડના દિગ્ગજ કલાકાર શત્રુઘ્ન સિન્હા અને રીના રોયની લવ સ્ટોરી મીડિયામાં ચર્ચામાં રહી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેએ લગભગ ૭ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા, પરંતુ અંતે તેમનો સંબંધ તૂટી ગયો હતો. શત્રુઘ્ન સિન્હા સાથેના બ્રેકઅપ બાદ રીનાના જીવનમાં તે જમાનાનો પ્રખ્યાત પાકિસ્તાની ક્રિકેટર મોહસીન ખાન આવ્યો હતો. બંનેએ ૧૯૮૩માં ફરી લગ્ન કર્યા. લગ્ન પછી રીના પાકિસ્તાન જતી રહી, અને ત્યાં મોહસીન સાથે ખુશીથી જીવન પસાર કરવા લાગી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રીના પોતાને તેના પતિ મોહસીનની જીવનશૈલી સાથે પોતાની જાતને જોડવામાં સક્ષમ નહોતી. લગ્ન પછી, રીના અને મોહસીનને એક પુત્રી હતી,

જેનું નામ ‘જન્નત’ હતું, જો કે પુત્રીના જન્મના થોડા વર્ષો પછી જ વર્ષ ૧૯૯૦માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ રીના ભારત પાછી આવી ગઈ હતી, પરંતુ તે કોઈપણ ભોગે તેની પુત્રીની કસ્ટડી ઈચ્છતી હતી. છૂટાછેડા પછી રીનાની પુત્રી જન્નતની કસ્ટડી તેના પતિ મોહસીન પાસે હતી. તે પોતાની દીકરીને ભારત લાવવા માટે ખૂબ પ્રયાસ કરી રહી હતી, ત્યારે જ શત્રુઘ્ન સિંહાને આ વાતની ખબર પડી. શત્રુઘ્ન સિંહા રીનાના દર્દને અનુભવતા તેની મદદ માટે આગળ આવ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શત્રુઘ્ન સિંહા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ ઝિયાઉલ હકની પુત્રીના સારા મિત્ર હતા. જેના કારણે શત્રુઘ્ન સિંહાને તેમના ઘરે આવવું પડયું હતું.

શત્રુઘ્નને જ્યારે રીનાની સમસ્યાઓની જાણ થઈ તો તેણે આ બધી વાત ઝિયા ઉલ હકને જણાવી. તેણે ઝિયાઉલ હકને વિનંતી કરી હતી કે રીનાને તેની પુત્રીની કસ્ટડી મળવી જોઈએ, ત્યારબાદ ઝિયા ઉલ હકે શત્રુઘ્ન સિંહાની વાત માનીને રીના રોયને ‘જન્નત’ની કસ્ટડી સોંપવામાં મદદ કરી હતી. રીનાએ બાદમાં તેની પુત્રીનું નામ ‘જન્નત’ બદલીને ‘સનમ’ કરી દીધું. ભારત પાછા આવ્યા પછી રીનાએ ફરી બોલિવૂડમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ તેને આમાં કોઈ સફળતા ન મળી, તેથી તેણે પોતાની જાતને બોલિવૂડથી દૂર કરી અને પછી તેની પુત્રી સાથે મુંબઈમાં એક્ટિંગ ક્લાસ શરૂ કર્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.