‘બોલીવૂડના ગુંડાઓ એક વાત સાંભળી લો હું બીજાે સુશાંત નહીં બનૂ’, કેઆરકે

ફિલ્મી દુનિયા
ફિલ્મી દુનિયા 50

મુંબઈ,
કેઆરકે એટલે કે કમલ રાશિદ ખાન આજકાલ ઘણા ચર્ચામાં છે. તે પોતાની ટ્‌વીટ્‌સ દ્વારા બી-ટાઉનનાં સ્ટાર્સને નિશાન બનાવતા રહે છે. કેઆરકેએ વિવાદની શરૂઆત સલમાન ખાન સાથે કરી હતી અને ત્યારબાદ તે મીકા સિંહ, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને આખા બોલીવુડ તરફ આગળ વધ્યો હતો. કેઆરકેએ ફરી એકવાર પોતાના ટિ્‌વટથી વાતાવરણ ગરમ કર્યું છે.
તેણે કહ્યું, તે બીજાે સુશાંત સિંહ રાજપૂત નહીં બને અને બોલિવૂડનો પરાજય થશે. કેઆરકેએ લખ્યું છે- ‘બોલિવૂડના ગૂંડા ભાઈ આ તો તમે ૧૦૦ ટકા માની લો કે હું બહારનો માણસ છું પણ હું બીજાે સુશાંત સિંહ રાજપૂત નહીં બનીશ.
ન તો હું મરીશ અને ન બોલીવુડ જીતશે. આ વખતે બોલિવૂડનો પરાજય થશે. કારણ કે આ વખતે બોલિવૂડે ખોટા વ્યક્તિ સાથે પંગો લીધો છે.
કેઆરકેએ ટ્‌વીટમાં લખ્યું, ‘બોલિવૂડના ગૂંડા એક વાત ખુલ્લા કાનથી સાંભળો. અમે યુપીના લોકો ક્યારેય કોઈથી ડરતા નથી અને ક્યારેય હારતા નથી. હવે આર પારની થશે, અને તે એવું બનશે કે તે બોલીવુડના ઇતિહાસમાં રેકોર્ડ કરવામાં આવશે. તમારું પડકાર સ્વીકાર છે.
ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થયા પછી સલમાન ખાન અને કેઆરકે વચ્ચે વિવાદ શરૂ થયો હતો. તે પછી મામલો કોર્ટમાં પહોંચ્યો. સલમાન ખાન અને કેઆરકે વિવાદમાં મીકા સિંહ પણ આવ્યા હતા અને તેમણે આ ગીત પણ બનાવી દીધું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.