બોલીવુડ ફિલ્મમેકર કુલજીત પાલનું 90 વર્ષની વયે નિધન થયુ

ફિલ્મી દુનિયા

જાણીતા ફિલ્મમેકર કુલજીત પાલે દુનિયાને અલવિદા કહી દીધુ છે.ત્યારે તેમના અંતિમ સંસ્કાર બપોરે 12:00 વાગ્યે મુંબઈના સાંતાક્રુઝ સ્મશાનગૃહમાં કરવામાં આવશે.ત્યારે તેમના આત્માની શાંતિ માટે આગામી 29મી જૂને સાંજે 5 થી 6 દરમિયાન પ્રાર્થનાસભાનું પણ આયોજન કરવામાં આવશેકુલજીત ઘણા સમયથી બીમાર હતા.આ દરમિયાન 24 જૂને તેમને હાર્ટએટેક આવ્યો હતો અને તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે.આ અંગે કુલજીતના મેનેજર સંજય બાજપાઈએ જણાવ્યુ હતુ કે કુલજીતજીને હાર્ટએટેક આવ્યો હતો.આ ઉપરાંત તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્વસ્થ પણ ન હતા.કુલજીત પાલ એક એવા નિર્માતા હતા કે જેમણે અભિનેત્રી રેખાને ફિલ્મોમાં બ્રેક આપ્યો હતો.તેમની પુત્રીનું નામ અનુ પાલ છે.તે પણ ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવી ચૂકી છે.અનુ ફિલ્મ આજમાં નજર આવી હતી.કુલજીત પાલે પોતાની કારકિર્દીમાં અર્થ,આજ,પરમાત્મા,વાસના,દો શિકારી અને આશિયાના જેવી ફિલ્મો બનાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.