બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રશા થડાની થઈ ગ્રેજ્યુએટ

ફિલ્મી દુનિયા

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડનની દીકરી રશા થડાનીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે. તારીખ ૨૦ મે, ૨૦૨૩ના રોજ રવિના ટંડને તેની પુત્રી રશા થડાની માટે પ્રી-ગ્રેજ્યુએશન ડીનરનું આયોજન કર્યું હતું. રશા દેખાવમાં એકદમ રવીના ટંડનની કોપી છે.

રશાના ફોટોગ્રાફ્સ જોતાં યંગ રવીના ટંડન યાદ આવી જશે! રવીના ટંડનની દીકરી રશાએ માર્શલ આર્ટ્સના ફોર્મ તાઈક્વાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે. રવીના ટંડને એક પોસ્ટ કરતા કહ્યું હતું કે- મારી દીકરી બ્લેકબેલ્ટ. રશા થડાની તારા પર ગર્વ છે. તે માર્શલ આર્ટની સાથે-સાથે બોક્સિંગની પણ ટ્રેનિંગ લઈ રહી છે.

હાલ રવીના ટંડનની ઉંમર ૪૭ વર્ષ છે અને તેની જાણીતી બોલિવૂડ ફિલ્મોમાં ‘દુલ્હે રાજા’, ‘દિલવાલે’, ‘મોહરા’, ‘આતિશ’, ‘અંદાજ અપના અપના’, ‘ખિલાડીયો કા ખિલાડી’, ‘જિદ્દી’, ‘ઘરવાલી બહારવાલી’, ‘શૂલ’ વગેરે છે. ફિલ્મ ‘દમન’ માટે રવીના ટંડનને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ મળ્યો છે અને ‘અક્સ’ માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ સિવાય ફિલ્મ ‘લાડલા’, ‘સત્તા’ માટે પણ રવીના ટંડનને એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસ રવીના ટંડને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દશકથી વધુ સમય સુધી કામ કર્યું છે,

જ્યારે ૧૦૦થી વધુ ફિલ્મોમાં તેણે અભિનય કર્યો છે, જેમાં મોહરા, દિલવાલે અને અંદાજ અપના અપના જેવી સફળ ફિલ્મોમાં રવીના ટંડને યાદગાર રોલ નિભાવ્યો છે. ત્યારે રવીના ટંડન હાલ ખૂબ ખુશ છે કારણ કે, ભારત સરકાર દ્વારા રવીના ટંડનને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. રવીના ટંડનને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે પદ્મશ્રી નું સન્માન મળ્યુ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.