બોલિવૂડ અભિનેત્રી લારા દત્તાએ દીકરીનો જન્મદિવસ ઉજવ્યો

ફિલ્મી દુનિયા

મુંબઈ, ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા શુક્રવારે, ૨૦ જાન્યુઆરીએ તેની પુત્રી સાયરા ભૂપતિનો જન્મદિવસ ઉજવી રહી છે. સાયરા ૧૧ વર્ષની થઈ ગઈ છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની પુત્રીના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરો સાથે લારાએ તેની પુત્રી માટે એક ખાસ નોંધ પણ લખી છે. આ નોટમાં અભિનેત્રીએ લખ્યું છે કે, ‘મારી સુંદર દીકરી. હંમેશાં ખુશ, સ્વસ્થ અને નમ્ર બનો. મમ્મી તને સૌથી વધુ પ્રેમ કરે છે. (પપ્પાને ના કહેતી.) ‘ લારાએ આ તસવીરોમાં પતિ મહેશ ભૂપતિને પણ ટેગ કર્યા છે. લારા દત્તાની દીકરીની આ તસવીરો પર માત્ર ૩ કલાકમાં ૫ હજારથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.

શુભેચ્છા પાઠવતા હુમા કુરેશીએ કોમેન્ટમાં લખ્યું, ‘હેપ્પી બર્થ ડે સાયરો.’ જ્યારે ટિસ્કા ચોપરાએ કોમેન્ટમાં લખ્યું, ‘હેપ્પી બર્થડે સ્વીટી, તારાએ પ્રેમ મોકલ્યો છે.’ સાયરાની તસવીરો પર ફેન્સની પ્રતિક્રિયા અદભૂત છે. એક યુઝરે લખ્યું, ‘ફયુચર મિસ યુનિવર્સ મળી.’ તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘યે કિતની સુંદર હૈ યાર.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘સાયરાને ફિલ્મોમાં જોવાની રાહ જોઈ રહ્યો છું.’ વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ અંદાજથી ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ લારા દત્તાએ ૨૦૧૫ સુધીમાં સારું એવું કામ કર્યું હતું.

એ પછી તેણે બ્રેક લઈ લીધો હતો. તેણે કહ્યું કે, ફિલ્મોથી એટલા માટે દૂર થઈ કારણકે તે પોતાની દીકરી સાયરાને સમય આપી શકે. જ્યારે હું ૩૦ વર્ષની થઈ, હું સાચું કહું તો કંટાળી ગઈ હતી. ઈન્ડસ્ટ્રી પણ અલગ રસ્તા પર હતી. તમને એટલા માટે કાસ્ટ કરવામાં આવે છે, કારણ કે ફિલ્મમાં એક ગ્લેમરસ એક્ટ્રેસની ડિમાન્ડ હોય છે. પછી તમારે હીરોની પત્ની કે પછી ગર્લફ્રેન્ડના જ રોલ કરવા પડે છે. જેનાથી હું થાકી ગઈ હતી. લારાએ કહ્યું કે, તેણે જાણી જોઈને કોમેડી ફિલ્મો પર પસંદગી ઉતારી, જેનાથી તે આ બધામાંથી બહાર આવી શકે. વળી તેને પોતાનું પરફોર્મન્સ રજૂ કરવાની વધુ તક મળે. લારા દત્તાએ નો એન્ટ્રી, પાર્ટનર, હાઉસફૂલ, સિંહ ઈઝ બ્લિંગ જેવી કોમેડી ફિલ્મોમાં કામ કરવા અંગે કહ્યું કે, આ ફિલ્મોએ મને કોઈની ગર્લફ્રેન્ડ અને પત્ની બનવા સિવાય ઘણું બધું આપ્યું છે.

મેં સક્સેસફૂલ અને પોપ્યુલર કોમિક ફિલ્મો કરીને મારી અલગ છાપ ઊભી કરી છે. આ ફિલ્મોએ મને સ્ક્રીન પર ગ્લેમરસ એક્ટ્રેસ બનવા કરતા પણ વધારે તક આપી છે. લારા દત્તા અને મહેશ ભૂપતિના લગ્ન ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૧ના રોજ મુંબઈના બાંદ્રામાં થયા હતા. જ્યારે મહેશ ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી છે, ત્યારે લારાએ ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૧૨માં તેમની પુત્રી સાયરાનો જન્મ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.